Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

સાવરકુંડલા : કોંગ્રેસ સંગઠનને વધુ મજબૂત બનાવવા પ્રયાસો

સાવરકુંડલા, તા. ૩૧ :  લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી રાજકોટ જીલ્લા કોંગ્રેસને સંગઠનને મજબૂત તાતણે બાંધવા ગુજરાત પ્રદેશે કોંગ્રેસના પ્રમુખ અમીતભાઇ ચાવડાએ એક બાહોશ અને ખુબ જ આવડત ધરાવતા એવા ચંદ્રેશભાઇ રવાણીની રાજકોટ જિલ્લા કોંગ્રેસના નીરિક્ષક તરીકે નિમણુંક કર્યાની સાથે જ ચંદ્રેશભાઇ રવાણી રાજકોટ જીલ્લાના મીટીંગનો દોર લેવાનો ધમધમાટ શરૂ કરેલ છે.

જેમાં રાજકોટ જીલ્લા પંચાયત ઓફીસ ખાતે જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી નિલેશભાઇ વીરાણી, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ હીતેશભાઇ વોરા, કારોબારી ચેરમેન અર્જુનભાઇ ખાટરીયા તેમજ જીલ્લા પંચાયતના સદસ્ય તાલુકા પંચાયતના સદસ્ય મહાનગર પાલીકાના કોર્પોરેટર તેમજ રાજકોટ શહેર અને જીલ્લાના દરેક શહેર તાલુકાના કોંગ્રેસી હોદ્દેદારો સાથે મીટીંગો કરી કોંગ્રેસ પક્ષને વધુ મજબુત સાથે એક તાતણે બાંધવાના અથાક પ્રયાસો હાથ ધર્યા છે.

(1:21 pm IST)