Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

માળીયા મિંયાણાના ભીમસર ચોકડી પાસે એસ.ટી.બસ અને ડમ્પર ટકરાયા

સદભાગ્યે કોઇને ઇજા ન થઇઃ ચાલાક ડમ્પર લઇ છૂ

તસ્વીરમાં ડમ્પર અને બસ ટકરાયા તે નજરે પડે છે. (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ.મોરબી)

મોરબી, તા.૩૧:  માળિયા મિયાણાના ભીમસર ચોકડી પાસે આજે સવારના સમયે ડમ્પર અને એસ. ટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. બનાવની મળતી વિગત મુજબ માળિયા નજીક આવેલ ભીમસર ચોકડી પાસે આજે સવારે ૭.૧૫ વાગે જી.જે.૧૮ ઝેડ ૨૨૨૪ નમ્બર બસ શેખ મૌલદીન નામના એસ.ટી. ડ્રાયવર સુરત થી ગાંધીધામ લઈ જતા હતા ત્યારે ભીમસર ચોકડી પાસે જી.જે ૩૬ ટી ૩૬૩૬ નમ્બર ના ચાલકે અચાનક ટર્ન મારતા બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો સદનીસબે બસમાં સવાર ૩૦ જેટલા મુસાફરો માંથી કોઈ ને ઇજા થઇ ન હતી અકસ્માત ડમ્પર ચાલક ત્યાંથી ડમ્પર લઈ ને નાસી ગયો હતો આ અંગે બસ ના ડ્રાયવર એ માળિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પણ મોટી દુદ્યટના સહેજમાં ટલી હતી તે વાત નકારી ન શકાય પણ હાઇવે પર જે રીતે ભારે વાહનો ચાલે છે તે જોતા તંત્રની કામિગીરી સામે સવાલ જરૂર ઉભા થાય છે.

(1:17 pm IST)