Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

ઉપલેટામાં પોસ્ટના કર્મચારીઓનું આંદોલન ૧૦માં દિવસે, માંગણી સત્વરે સ્વીકારાય તેવી માંગણી

ઉપલેટા તા.૩૧ : સમગ્ર દેશમાં લગભગ ત્રણ લાખ કેન્દ્રીય કર્મચારીઓ સાતમાં પગાર પંચની કરાયેલ ભલામણ સ્વીકારવાની માંગણી સાથે આંદોલન ચલાવી રહ્યા છે. જેના ભાગરૂપે ઉપલેટા ખાતે પણ જીડીએસ કર્મચારી મંડળ દ્વારા છેલ્લા ૧૦ દિવસ મુખ્ય પોસ્ટ ઓફીસ સામે ઉપવાસ ચાલી રહ્યુ છે.

જેમાં ગઇકાલે ઉપવાસી છાવણીની મુલાકાતે કોંગ્રેસ સામ્યવાદી પક્ષના આગેવાનો કૃષ્ણકાંત ચોટાઇ, ડાયાભાઇ ગજેરા, જગદીશભાઇ પંડીત, લાખાભાઇ ડાંગરએ મુલાકાત લીધી હતી. જીડીએસ કર્મચારી મંડળની માંગણી વ્યાજબી અને ન્યાયી હોય સરકારે તાત્કાલીક યોગ્ય કરવા વાય.ટી. સોજી, વી.કે.ચુડાસમા, શૈલેષભાઇ જોન., પી.એસ.દેશાણી, કે.એમ.વીંજુડા સહિતના કર્મચારીઓની માંગણી છે.

(11:57 am IST)