Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

મુંદરા ના રામાણીયા ગામે સાળાએ કરી બનેવીની હત્યા

પિતા બહેનના ઘેર હોઇ પિતાથી નારાજ પુત્ર એ બનેવીની છરીના ઘા વડે ક્રુર હત્યા કરી

ભુજ તા.૩૧: પિતા-પુત્ર વચ્ચેનો ઝઘડો જમાઇ માટે મોતનું કારણ બન્યો હતો. મુંદરા ના રામાણીયા ગામે ૩૦ વર્ર્ષીય મુકીમ ઇબ્રાહીમ સમાની કરપીણ હત્યા તેના સગા સાળાએ કરી હતી. ૨૫ વર્ષીય અબ્બાસ ઇસ્માઇલ સમાએ છરીના ઘા વડે પોતાના બનેવીને રહેંસી નાખ્યો હતો.

આ હત્યાના કારણ અંગે પોલીસ ના જણાવ્યા પ્રમાણે હત્યારા અબ્બાસનો તેના પિતા ઇસ્માઇલ સમા સાથે ઝઘડો ચાલતો હતો તાજેતરમાંજ ઇસ્માઇલે જમીન વેચી હતી પરંતુ પુત્ર અબ્બાસને ઘરમાંથી હાંકી ને ભાગ નહોતો આપ્યો. ઇસ્માઇલ સમા પોતાની દિકરી અને મૃતક જમાઇ મુકીમ ને ત્યાં રહેતો હતો. ગઇકાલે અબ્બાસ તેના પિતા ઇસ્માઇલ ની પુછા કરવા રામાણીયા ગયો ત્યારે બેન ના ઘેર જ ઝઘડો થતાં બનેવી મુકીમની હત્યા કરી હતી. આ અંગે મુંદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:52 am IST)