Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

વાંકાનેરના બ્રાહ્મણ યુવકને તત્કાલમાં રેલ્વેની એકપણ ટીકીટ નહી મળતા તપાસની માંગણી

વાંકાનેર તા.૩૧: વાંકાનેર નો બ્રાહ્મણ પરિવાર હરિદ્વાર ગંગાસ્નાન માટે જવા તત્પર છે પરંતુ રેલ્વે તંત્ર દ્વારા એ.સી. કોચમાં તત્કાલ ટીકીટ નહી મળતા અને એકી સાથે કોટાની બધી જ ટીકીટ માં વેઇટીંગ દર્શાવી પ્રિમીયમ ની ટીકીટ હોવાનંુ આ બ્રાહ્મણ પરિવારને રેલ્વે તંત્ર દ્વારા જણાવતા રેલ્વે ની કાર્યવાહી સામે શંકા વ્યકત કરી રેલ્વે માં લેખીત ફરીયાદ કરી છે.

 ભરતભાઇ કાંતિભાઇ ઓઝા અને તેમનો પરિવાર મળી ૪ સભ્યો હરિદ્વાર ગંગાસ્નાન માટે જવાની તૈયારી કરી છે. પ્રથમ રેલ્વેની ટીકીટ વ્યવસ્થાના ભાગ રૂપે તા. ૨૮-૫-૧૮ના ભરતભાઇ વાંકાનેર રેલ્વે સ્ટેશને સવારે ૮ વાગ્યે પહોંચ્યા હતા ત્યારે તત્કાલ ટીકીટ બારી ૧૦ વાગ્યે શરૂ થતુ હોવાનું જણાતા ફોર્મ ભરી બારી પાસે ઉભા રહી ગયેલ.

 અમદાવાદ થી હરિદ્વાર માટેની ૪ ટીકીટ માટે તત્કાલ માટે હતા નિયત સમયે બારી ખુલતા પ્રથમ તેનો વારો હોવાનું ભરતભાઇએ જણાવેલ અને કોમ્પ્યુટર ચાલુ થતા અને ટીકીટ માટેની પ્રક્રિયા શરૂ થતાની સાથે જ ૩૨ ના કોટા વાળી ૧ પણ ટીકીટ તેને નહી મળતા એસ.સી. કોટાની ૩૨ ટીકીટ એકી સાથે બુકીંગ થઇ ગઇ કેવી રીતે તેવો પ્રશ્ન ઉઠાવી રેલ્વે માં મિલીભગત નો આક્ષેપ કર્યો હતો તત્કાલ ટીકીટ માં વેઇટીંગ દર્શાવવામાં આવેલ. અમદાવાદ થી હરિદ્વાર માટે ૪ ટીકીટ ના રૂ. ૫૬૦૦/- જેવુ થાય આ ટીકીટ એક પણનો મળી પરંતુ રેલ્વેતંત્ર ની ઓફીસમાંથી પ્રિમીયમ ટીકીટ મળે તેમ હોય અને તેના માટે રૂ. ૧૨૦૦૦/- બાર હજાર ભરવા પડે તેમ હોય તેવું જણાવેલ.

આ બાબતની તપાસની માંગણી ભરતભાઇ ઓઝાએ કરી છે.

(11:50 am IST)