Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પણ અઢી વર્ષનો નિયમ લાગૂ પાડો

ઉપલેટા તા. ૩૧ :.. તાલુકા પંચાયતો, યાર્ડ તેમજ જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ, સહકારી સંસ્થાઓના પ્રમુખ તરીકેની અઢી વર્ષની મર્યાદા છે. અને અઢી વર્ષથી વધારે  પ્રમુખ તરીકે રહી ના શકે તેવા નિયમો સરકારે લાગુ કરેલ છે.

ત્યારે ગઢાળાનાં નારણભાઇ આહીરે આ બાબતે અખબારી યાદીમાં જણાવેલ હતું કે, આ નિયમો સ્થાનીક કક્ષાની કચેરીઓમાં લાગુ છે. આ નિયમો મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાનને પણ લાગુ પડવા જોઇએ અઢી વર્ષમાં નિયમો બધે સરખા રાખવા જોઇએ આજે પ૦ ટકા મહિલા ગ્રામ્ય વિસ્તારોમાં જે નિયમો રાખેલ છે તે નિયમનો ધારાસભામાં તથા લોકસભામાં પણ હોવા જ જોઇએ જે કેમ નથી....?

(11:50 am IST)