Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

જસદણના લાલાવદર ગામે વિજશોક લાગતા બાવાજી પરિવારના એકના એક પુત્ર મુકેશનું મોત

ઇસ્ત્રી કરતો'તોને વિજકરંટ લાગ્યો : આશાસ્પદ યુવાનના મોતથી પરિવાર અને ગામમાં શોકનું

તસ્વીરમાં મોતને ભેટેલ બાવાજી યુવકનો મૃતદેહ નજરે પડે છે.

જસદણ તા.૩૧ : જસદણ નજીક આવેલ લાલાવદર ગામે એક આશાસ્પદ યુવાનનુ વીજશોકને કારણે મૃત્યુ થતા ખોબા જેવડા લાલાવદરમાં શોકની કાલિમા છવાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ લાલાવદર ગામે રહેતામુકેશ રાધેશ્યામભાઇ દેવમુરારી  નામનો બાવાજી યુવક પોતાના ઘેર કપડાને ઇસ્ત્રી કરી રહ્યો હતો. દરમિયાન પ્લગ ખેંચતા અચાનક વીજપ્રવાહ વધી જતા ઘટના સ્થળે તેનું મોત થયેલ હતું.વિધિની   વકતા એ હતી કે પોતાના માતાપિતાને એકમાત્ર પુત્રો હતો અને તેને એક બહેન છે.

આ અંગે જસદણ પોલીસએ હોસ્પિટલમાં કાગળો કરી વિંછીયા પોલીસ મથકમાં મોકલી આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:04 pm IST)