Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

દ્વારકા જગત મંદિરમાં રાસોત્સવનું ગેરકાયદે લાઇવ ટેલીકાસ્ટ સોશ્યલ મીડીયામાં વાઇરલ જગતમંદિરની સુરક્ષામાં ગંભીર ચુક

દ્વારકા : ગતરત્રિના અધિક માસમાં આજે પૂર્ણિમાના દિવસે લાખો લોકોની ભીડ વચ્ચે દ્વારકાધીશ જગતમંદિરમાં રાત્રે ૮ વાગ્યા થી ૧૦ વાગ્યા સુધી સતત બે કલાક સુધી રાસોત્સવની ઉજવણી કરાઇ હતી. જગતમંદિરમાં સુરક્ષાની દ્રષ્ટિએ મોબાઇલ ફોન વર્જીત ઓવા છતાં રાસોત્સવનું અનેક લોકો દ્વારા ફેસબુક પર લાઇવ ટેલીકાસ્ટ થતાં જગતમંદિરમાં સુરક્ષામાં પોલંપોલ ચાલતી હોવાનું બહાર આવ્યું છે સાંજના સમયથી જગતમંદિરમાં બબ્બે ૈઉત્સવો કોઇપણ જાતની મંજુરી વગર ચાલી પણ ગયા અને ઉત્સવોનું રેકડ઼ર્ તેમજ લાઇવ ટેલીકાસ્ટ પણ સોશ્યલ મીડીયામાં કરવામાં આવ્યું હોય જિલ્લા પોલીસ તરફથી જગતમંદિરમાં સુરક્ષાની દ્રષ્ટિએ જગતમંદિરમાં મોબાઇલ ફોન લઇ જવાની સંપૂર્ણ મનાઇ હોવા છતાં કઇ રીતે અનેક લોકો દ્વારા જગતમંદિર માં મંજુરી વગર મોટા ઉત્સવો ઉજવવા હોવાની તેમજ તેનું ગેરકાયદેસર રીતે વિશ્વભરમાં લાઇવટેલીકાસ્ટ કરાયું હોય જગતમંદિરની સુરક્ષામાં ગંભીર ખતરો ઉભો થયો છે.

(11:47 am IST)