Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

સાવરકુંડલામાં બિનસચિવાલય પરિક્ષામાં ગેરરીતિ મુદે મગજનું ઓપરેશન કરનાર કોંગી કાર્યકરોની ધરપકડ

સાવરકુંડલા તા.૩૦ : તાજેતરમાં ગુજરાત ગૌ સેવા મંડળના ચેરમેન અસીત વ્હોરા દ્વારા બિન સચિવાલયની પરીક્ષામાં ભ્રષ્ટાચાર અને ચોરીના બનાવો બનેલ હોય તેથી અસીત વ્હોરાના મગજનું ઓપરેશન કરવાના કોંગ્રેસી આગેવાનોએ અત્રેના પશુ દવાખાનામાં કાર્યક્રમ રાખેલ હોત તે દરમિયાન સાવરકુંડલા ટાઉન પોલીસ આવી જઇ કોંગી કાર્યકરોની ધરપકડ કરી હતી. જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ કિરીટભાઇ દવે, નગરપતિ વિપુલભાઇ ઉનાવા, મહેશભાઇ  જયાણી, હસુ બગડા, હિતેષ સરૈયા, ઇકબાલ ગોરી, ભાવેશ બગડા, હાદિર્ક કાનાણી, ભરતભાઇ ગીડા, રાજેશ, અશોક ખુમાણ, કેતન ખુમાણ સાહિલ, બાબુભાઇ કુબાવત, હાર્દિક ગઢીયા, બિજલભાઇ ભરવાડ, ફિરોજ ચૌહાણ, હિતેષ જયાણી વિગેરેએ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

(3:43 pm IST)