Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

સાવરકુંડલામાં ભરચક્ક વિસ્તારમાંથી વેપારીની દુકાનમાંથી તસ્કરો રોકડ ઉઠાવી રફુચક્કર

સાવરકુંડલા તા.૩૦ : સાવરકુંડલા ખાતે જાણે પોલીસની કોઇ ધાક જ ન હોય તેમ રાત્રી તસ્કરો-ઠગ-ગઠીયાઓ બીન્દાસ પણે સક્રિય થયા છે અને દર બેત્રણ દિવસે ચોરી ઉઠાંતરીના બનાવો બની રહ્યા છે. આવોજ ઉઠાંતરીનો બનાવ ગઇકાલ તા.ર૯-૧૧ના શુક્રવાર ભરબપોરે બની ગયો સાવરકુંડલાના જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં કરિયાણાની દુકાન ધરાવતા વેપારીઓનાના વેપારીઓ પોતાના વેપારના આવેલા ૧૧પ૦૦ ગલામાં રાખેલ ત્યારે બે અજાણ્યા યુવકો ખરીદીના બહાને વેપારીની નજર ચુકવી સાડાઅગીયાર હજાર જેવી રકમ ઉઠાવી પોબારા ભણી ગયા હતા.

પોતાની રકમ ગઠીયો ઉઠાવી ગયાની જાણ થતા જ વેપારીએ પોતાની રીતે ગઠીયાને શોધવા પ્રયત્ન કરેલા પરંતુ ગઠીયો હાથમાં આવ્યો ન હતો જુના બસ સ્ટેન્ડ જેવા ભરચકક વિસ્તારમાંં ધોળા દિવસે વેપારીની દુકાનમાંથી રોકડ રકમ ઉઠાવી જવામાં ગઠીયાઓ સફળ થતા વેપારી આલમમાં રોષ સાથે ભયનું લખલખુ પ્રસરી ગયું છે વેપારી પોતે ઠગાયા હોવા છતા પોલીસમાં ફરીયાદ કરશે તો પોલીસ દ્વારા બીન જરૂરી પ્રશ્નો અને નિવેદનો પુછી હેરાન કરશે તેવી બીકથી ફરીયાદ કરવાનું ટાળ્યું હતું.

સારવકુંડલા શહેરમાં દિવાળીના તહેવારો બાદ શહેરના પેાશ એરીયા એવા સર્વોદયનગર, ભાવના સોસાયટી જેવા વિસ્તારોમાં બંધ મકાનના તાળા તુટવાના બનાવો પણ બન્યા છે ત્યારે શહેર પોલીસ ટુ વ્હીલ ધારકો ઉપર સક્રિય થઇ દંડ વસુલીને  ટુ વ્હીલર ધારકો ઉપર જે ધાક બેસાડી છે તેવીજ ધાક તસ્કરો ઉપર બેસાડે તેવી માંગ શહેરીજનો કરી રહ્યા છે.

(1:06 pm IST)