Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

મુળીમાં વિધવા સહાયના નામે ઠગતી મહિલા ઝબ્બેઃ લૂંટેલા ૧૦ તોલા દાગીના જપ્ત

વઢવાણ, તા.૩૦: મૂળીમાં દિનદહાડે લુંટ મર્ડર અને ઝધડાનાં બનાવો ખુબજ બની રહ્યા છે. વિધવા સહાયનાં નામે ત્રણ બહેનો પાસેથી હજારો રૂપિયાના સોનુ લઇ જવાનો બનાવ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઇ હતી. જેમાં મૂળી છત્રીપા વિસ્તારમાં રહેતા અરૂણાબા મહિપતસિંહ પરમાર, વિજયાબા ગોપાલસિંહ પરમાર અને અમૃતબેન શામજીભાઇ પ્રજાપતિને બહારથી આવેલ અજાણી બે મહિલાઓએ વિધવા સહાયની લાલચ આપી હતી. અને મૂળી સ્ટેટ બેંક પાસેથી ભોળવી સુરેન્દ્રનગર સી.જે હોસ્પિટલ એકસરે કઢાવવાનો કહી કાંઇક સુંધાડી દઇ અર્ધ બેભાન કરી સોનાની વીટી બંગડી તેમજ ચેઇન સહિત અંદાજે દશ તોલા જેટલુ સોનુ ઉતારી મહિલાઓ નાશી છુટી હતી.

વઢવાણમાં પણ મહિલા પાસેથી સોનાના દાગીના લઇ જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઇ હતી. પોલીસે બે દિવસબાદ ફરીયાદ દાખલ કરી ચકુ તેમજ એક અજાણી મહિલા વિરૂધ્ધ છેતરપિંડી વિશ્વાસધાત કરી ભોળવી ૧.૪૫ લાખની કિંમતનાં ધરેણા લઇ ગયાની ફરિયાદ નોંધાઇ હતી. અમદાવાદ ક્રાઇમબ્રાંચે ઉમરેઠ તાલુકાનાં દાગજીપુરા ગામની ૩૪ વર્ષીય મહિલા સઇદાબીબી ફિરોજખાન પઠાણ નામની યુવતિની ધરપકડ કરી મૂળી પોલીસને સોંપી હતી. જયારે હજુ એક મહિલા ફરાર છે.

(1:06 pm IST)