Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

મેંદરડા વંથલી માણાવદર તાલુકાને પાકમાં નુકશાનનું વળતર ચુકવવામાં અન્યાય

જૂનાગઢ તા.૩૦ : સરકારશ્રી અને વીમા કંપની દ્વારા મેંદરડા, વંથલી, માણાવદર તાલુકાને વરસાદને લીધે થયેલ પાકમાં નુકશાનીનુ વળતર ચુકવવામાં થયેલ અન્યાય બાબતે ધારાસભ્ય ભીમાભાઇ જોશીએ નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવેલ કે, મેંદરડા તાલુકાના જંગલ બોર્ડરના ગામોમાં તથા સમગ્ર તાલુકામાં તેમજ માણાવદર, વંથલી તાલુકામાં ૧.પ ઇંચ કરતા વધુ વરસાદ પડેલ છે છતા સરકારશ્રી દ્વારા ૩૩% થી ઓછી નુકશાની બતાવેલ છે જે મેંદરડા તાલુકાના ખેડૂતોને અન્યાયકર્તા છે. આ ગામોના ખેડૂતોએ વીમાકંપનીના ધારાધોરણ મુજબ ૭૨ કલાકમાં નુકશાની દર્શાવતી અરજીઓ આધાર પુરાવાઓ સાથે રજૂ કરેલ છે છતા આજદિન સુધી વીમા કંપની અને સરકાર દ્વારા મેંદરડા વંથલી માણાવદર તાલુકાના કોઇપણ ગામોમાં તટસ્થ સર્વે કરવામાં આવેલ નથી.

મેંદરડા તાલુકાના તમામ ગામોની નુકશાની દર્શાવતી કુલ ૨૮૦૦ અરજીઓ ખેડૂત દ્વારા વીમાકંપનીને આપેલ છે. તેમ છતા આજદિન સુધી વીમા કંપની દ્વારા કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી તેમ રજૂઆતમાં જણાવેલ છે.

(12:04 pm IST)