Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

ગોંડલના સરાણિયા પરિવારના નવ માનસિક દિવ્યાંગ બાળકો પ્રત્યે સહાનુભુતિ

ગોંડલ, તા.૩૦: ગોંડલના સરાણિયા પરિવાર ના એકજ કુટુંબના નવ-નવ સંતાનો મનો-દિવ્યાંગ હોઈ તે માહિતી શાસક પક્ષ ના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા ધારાસભ્ય શ્રીમતી ગીતાબા જયરાજસિંહ જાડેજા ને આપતાં, તેઓશ્રી એ તાત્કાલિક રત્નાભાઇ સરાણિયા ના પરિવારનીઙ્ગ મુલાકાત લઇ વાસ્તવિક પરિસ્થિતિનું અવલોકન કર્યું આ પરિવાર નાઙ્ગ નવ-નવ મનો-દિવ્યાંગ બાળકો ની દશા જોઈ ધારાસભ્યશ્રી નું હૃદય દ્રવી ઉઠ્યું અને તેમની સંવેદનાઓ જાગી ઉઠી . અને સાથે આ પરિવારને કાયમી ધોરણે દત્ત્।ક લઇ તેઓ અન્ન-વસ્ત્રોથી દુઃખી ન થાય તે માટેની વ્યકિતગત જવાબદારી લીધી તેમજ સરકારમાં યોગ્ય રજૂઆતો કરી આ પરિવારને મળવાપાત્ર તમામ સહાયો મળી શકે તે અંગેની ખાતરી આપી

આ સાથે સહયોગમાં ગોંડલ શહેર મામલતદારશ્રી જાડેજા  તથા ચુડાસમા  આ પરિવારને તાત્કાલિક રાશનકાર્ડ ની વ્યવસ્થા કરી આપવાની કાર્યવાહી કરી સાથે જ અનાજ મળતું થાય તેવી વ્યવસ્થા કરી. રત્નાભાઇ તેમજ દૂધીબેન ને વૃદ્ઘ-પેંશન મળે તેવી કાર્યવાહી કરી. સરકારી હોસ્પિટલના ડો.વાણવી આ નવ મનો-દિવ્યાંગ બાળકોની તાત્કાલિક તબીબી ચેક-અપ કરાવી આ બાળકો કેટલા ટકા મનો-દિવ્યાંગ છે તેના આધારેઙ્ગ 'મનો-દિવ્યાંગ પ્રમાણપત્ર' બનાવડાવી આપશે. આ સાથે સમાજ-કલ્યાણ અધિકારી શ્રી દુધરેજીયા  તેમજ દવે દ્વારા આ બાળકોને દર મહિને ૬૦૦ રૂપિયા બાળક-દીઠ પેંશન મળે એવી કાર્યવાહી શરૂ કરી સાથે જેમાં મનો-દિવ્યાંગની કીટ પણ મળશેઙ્ગ આ સાથે એસ.ટી. બસમાં મફત મુસાફરી પાસ તેમજ એટેન્ડન્ટ ને પણ મફત મુસાફરી કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે . શિક્ષણ-વિભાગ ના કો-ઓર્ડીનેટર  દ્વારા મનો-દિવ્યાંગ બાળકો કઈ રીતે અભ્યાસ કરી શકે તેવી તજ-વિજ હાથ ધરાવી.

આ ઉપરાંત પરિવારની દશા  જોઈ ઘણા દાતાઓ એ પણ રાજેન્દ્રસિંહ નો સંપર્ક સાધ્યો, ખાસ કરીને મૂળ ગોંડલ ના અને છેલ્લાં દોઢ દાયકાથી દુબઇ સ્થાઈ થયેલા ગૌતમભાઈ નિર્મલે વિદેશથી ફોન કરી નવ મનો-દિવ્યાંગો માટે જે જરૂર પડે તે મદદ કરવાની તૈયારી દર્શાવી. સાથે દામનગર ભુરખિયા હનુમાન મંદિર ના ટ્રસ્ટીશ્રી એ પણ આ પરિવારને મદદ કરવા માટે સંપર્ક કર્યો . રાજકોટના વનરાજભાઈ આહીરે પણ મદદ માટે તૈયારી દર્શાવી. તેમજ આ સાથે ગોંડલના નામી-અનામી દ્યણા વ્યકિતઓએ  સહાનુભૂતિ દર્શાવી છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી.ગોંડલ)

(11:59 am IST)