Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

ભાવનગરમાં ટ્રકની હડફેટે ચડી જતા સાયકલ સ્વાર આધેડનું મોત

ભાવનગર, તા. ૩૦ : ભાવનગર શહેરમાં આજે સવારે ટ્રકની હડફેટે ચડી જતા સાઇકલ ઉપર જઇ રહેલા આધેડનું કરૂણ મોત નિપજયું હતું.

અકસ્માતની મળતી વિગત મુજબ શહેરના બંદર રોડ પર સાઇકલ ઉપર જઇ રહેલા લક્ષ્મણભાઇ કાનજીભાઇ કામડ ઉ.વ.૭૦ ને પુરઝડપે ધસી આવેલા ટ્રકના ચાલકે હડફેટે  લેતા સમર્જાયેલા અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ તેનું મોત નિપજયું હતું. બનાવ બાદ સ્થાનિક લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતાં અને પથ્થરો મૂકી રસ્તો બંધ કરી દીધો હતો. બનાવની જાણ થતા સી-ડીવીઝન પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

(11:57 am IST)