Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

ઘંટેશ્વર પાસે વાડીમાં દવા પી લેનાર ગોપાલભાઇ સીતાપરાનું મોત

રાજકોટ તા ૩૦  : જામનગર રોડ ઘંટેશ્વર પાસે વાડીમાં ઝેરી દવા પી લેનાર કોળી પ્રોૈઢનું સારવાર દરમ્યના મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ ઘંટેશ્વર ગામમાં રહેતા ગોપાલભાઇ જાદવભાઇ સીતાપરા (ઉ.વ.૫૫) એ પાંચ દિવસ પહેલા એસ.આર.પી. કેમ્પ પાસે આવેલી વાડીમાં ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે ક્રાઇસ્ટ હોસ્પિટલમાં ખસેડાયા હતાં ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપવયું હતું. મૃતક ગોપાલભાઇને સંતાનમાં પુત્ર અને એક પુત્રી છે. બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ કથકના હેડ કોન્સ. ઇકબાલભાઇ તથા રાઇટર પ્રદિપભાઇ કોટડે પ્રોૈઢના આપઘાત પાછળનુંૅ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

(11:56 am IST)