Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

માળીયા હાટીનાના આંબેચાના ભરત વાઘેલાનું બાઇક સ્લીપ થઇ જતાં મોત

રાજકોટ તા. ૨૮: માળીયા હાટીના તાબેના આંબેચા ગામે રહેતાં ભરતભાઇ રમેશભાઇ વાઘેલા (ઉ.વ.૨૫) નામના યુવાનનું ગામના પાદરમાં બાઇક સ્લીપ થઇ જતાં ઇજા થતાં સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

ભરતભાઇ તા. ૧૬/૯ના રોજ બાઇક હંકારીને રાત્રીના દસેક વાગ્યે ગામના પાદેરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે સ્લીપ થઇ જતાં ઇજા થતાં માળીયા, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયેલ. અહિ ગત મોડી રાતે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી.

(1:05 pm IST)