Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

કેશોદમાં ચૂંટણી નજીક આવતા કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્દઘાટન

 કેશોદઃ (કમલેશ જોષી દ્વારા): કેશોદ ખાતે જીલ્લા અને તાલુકા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણીઓ ધ્યાનમાં રાખી ચૂંટણી લક્ષી કાર્યવાહી કરવા તેમજ લોક પ્રશ્નોને વાચા આપવા કોગ્રેસ દ્વારા નવું કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતુ સૌ પ્રથમ સ્વામીનાયરણ ગુરુકુળના સંતોએ રીબીન કાપી ઠાકોરજી પધરાવી આરતી પૂજા કરી હતી ત્યારબાદ કોગ્રેસ જીલ્લા પ્રમુખ તેમજ સભાના અધ્યક્ષ નટુભાઇ પોકિયાની આગેવાની હેઠળ પાનદેવ સમાજ ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમા જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોષી, માંગરોળના ધારાસભ્ય બાબુભાઇ વાજા. જીલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન ધીરૂભાઇ કુંભાણી, કેશોદના માજી ધારાસભ્ય હમીર ભાઇ ધુળા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

(1:03 pm IST)