Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

કેશોદ પંથકના જુગારના ત્રણ ફરારી ઝડપાયા

 જૂનાગઢ : પો.સબ.ઇન્સ પી.જે.બોદર  .તથા હેડ કોન્સ. પ્રદીપભાઈ ગોહિલ તથા પો.હેડ કોન્સ. જયપાલસિહ ગોહિલ પો.હેડ.કોન્સ રમેશભાઈ માલમ પો.કોન્સ સંજયભાઈ વઘેરાં ,પો.કોન્સ સંજયભાઈ ખોડભાયા એ રીતે નાઓની ટીમ દ્વારા જૂનાગઢ તાલુકા  પો.સ્ટે. ગુ.ર.ન. સેકન્ડ.નં.૧૦૮/૧૯ જુગારધારા કલમ ૪,૫ મુજબના કામે ગુન્હામાં છેલ્લા ૧ વર્ષ થી નાસતો ફરતા  આરોપી (૧)ભગવાનજી નરસીભાઈ ત્રાંબડીયા રે.કેશોદ( ૨) કૌશિક જગુભાઈ ગરાળા રે.કેશોદ (૩)વશરામ જશમતભાઈ દ્યોડાસરા રે.કરેણી તા.કેશોદ વાળાં ઇસમો જુગારના કેશમા છેલ્લા ૧ વર્ષથી નાસતા ફરતા હતા અને તેના રહેણાંક મકાને અવાર નવાર તપાસ કરતા મળી આવતા ન હોય અને પોલીસની પકડથી ભાગતા ફરતા હતા પેરોલ ફર્લો સ્કોડને બાતમી રાહે હકીકત મળેલ કે આ ઇસમો જૂનાગઢ બસ સ્ટેશન બહાર સર્કલ પાસે ઉકત ઇસમો હાજર છે ત્યા તપાસ કરતા ઉકત ઇસમોને પો.કોન્સ સંજયભાઈવઘેરાંએ ઓળખી બતાવતા અને તેઓ જુગારના ગુન્હામાં સંડોવાયેલ હોવાનુ જણાવતા ઉકત ત્રણેય ઇસમોને હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી કરવા જૂનાગઢ તાલુકા પોસ્ટેને સોપવામાંઆવેલ છે.

(12:58 pm IST)