Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

J.C.I. જુનાગઢ દ્વારા રાહતદરે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરાયું

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૮ : જેસીઆઇ જુનાગઢના દ્વારા રાહતદરે ફુલ સ્કેપ ચોપડા વિરતરણનો કાર્યક્રમ યોજાયેલ જુનાગઢ શહેરના અલગ અલગ ૧૦ જેટલા સ્થળ પર આ ચોપડા વિતરણ કરેલ છે.જુનાગઢના પ્રથમ નાગરીક મેયર ધીરૂભાઇ ગોહેલ, જેસીઆઇ જુનાગઢના પૂર્વ પ્રમુખ અને ડે.મેયર હીમાંશુભાઇ પંડયા, સ્ટેન્ડિંગ ચેરમેન રાકેશભાઇ પુલેશીયા, હાસ્ય સમ્રાટ જીતુભાઇ દ્વારકાવાળા, સ્ત્યમ સેવા મંડળના પ્રમુખ મનસુખભાઇ વાજા, સ્વામિનારયણ ગુરૂકુલ જ્ઞાનબાગના આશીષભાઇ કાચાના હસ્તે આ ચોપડા વિતરણ કરેલ.

આ તકે મેયર ધીરૂભાઇ ગોહેલ, જેસીઆઇ જુનાગઢના પૂર્વ પ્રમુખ અને જુનાગઢ મહાનગરપાલિકાના ડે. શ્રી હીમાંશુભાઇ પંડયા અને સ્ટેન્ડિીંગ ચેરમેન રાકેશભાઇ ધુલેશિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું. જેસીઆઇ સંસ્થા દ્વાા અનેક વિધ વિદ્યાર્થીઓ અને જરૂરિયાતમંદ પરિવારને સહાય કરવાની સરાહનીય પ્રવૃતિઓ થાય છે. જેમાં આજે કોરોના કાળમાં વિદ્યાર્થીઓને સહાય રૂપ થવા માટે લગભગ બજાર કિંમત કરતા અડધી કિંમતે ચોપડા વિતરણ કરવા બદલ જેસીઆઇના અગ્રણી અરવિંદભાઇ સોની તેમજ જેસીઆઇ જુનાગઢની સમગ્ર ટીમને અભિનંદન પાઠવેલ હતી.

જેસીઆઇના મેન્ટર જેસી અરવિંદભાઇ સોની અને ચેરમેન જેસી કિશોરભાઇ ચોટલીયાએ જણાવેલકે વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા ચોપડાના માંગ કરતા હાલમાં શાળા કોલેજ બંધ હોવા છતા પણ ૧પ૦૦૦ થી વધારે ચોપડા વિતરણ થઇ ગયેલ છે.

જે વિદ્યાર્થીઓને ફુલ સ્પેક ચોપડા જોઇતા હોઇ તા./૧૦/ર૦ર૦ સુધીમાં (૧) અશ્વિન એન્ડ કાું. પંચહાટડી ચોક, (ર) ભાવિક ધી.ડબ્બા ગલી, (૩) વિદ્યા સ્ટેશનરી, જોશીપરા, છાત્રાલય પાસેથી મળી શકશે.

આ કાર્યક્રમ મેન્ટર જેસી અરવિંદભાઇ સોની, ડાયરેકટર જેસી યતીનભાઇ કારિયા, પ્રોજેકટ ડાયરેકટર જેસી કિશોરભાઇ ચોટલીયા, કમલભાઇ સેજપાલના માર્ગદર્શન હેઠળ પ્રમુખ જેસી વિરલ કડેચા, મંત્રી જેસી જયદી ધોળકીયા, જેસી ચિરાગ કડેચા, જેસી વિજય ચાવડા, જેસી જયેશ ધોળકીયા, જેસી પ્રફુલભાઇ નરસાના, જેસી વિપુલ ભુવા, જેસી પિન્ટુ પરમાર, જગદીશભાઇ બોરીયા, ભદ્રેશ નિમાવત, હેમલ બ્રહ્માની વગેરેએ ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

(12:57 pm IST)