Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

ભાવનગરમાં વિવેકાનંદ કોલેજ દ્વારા

યુનિ.ની પરીક્ષાના ૩૫૦૦૦ વિદ્યાર્થીઓને હોમીયોપેથિક દવાના ડોઝનું વિતરણ

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૮ : મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા લેવાતી બાહ્ય અભ્યાસક્રમની સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાની અંતિમ તબકકાની પરીક્ષામાં કુલપતિના માર્ગદર્શન હેઠળ તથા સ્વામી વિવેકાનંદ હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને હોસ્પિટલના સૌજન્ય દ્વારા ભારત સરકારના આયુષ મંત્રાલયે ભલામણ કરી છે. તેવી કોરોના, સ્વાઇલ ફલુ વગેરે જેવા વાઇરલ રોગો સામે રોગ પ્રતિકારક શકિત વધારવા માટેની હોમિયોપેથીક દવાના ડોઝનું શહેર અને જીલ્લાના મળીને કુલ ૨૫ જેટલા તમામ પરીક્ષાના કેન્દ્રો પર રૂબરૂ જઇ તમામ ૬૫૦૦ થી વધુ પરીક્ષાર્થી વિદ્યાર્થીઓ તથા દવાના ડોઝ તેમના યુનિ. દ્વારા ફાળવાયેલ શહેર અને જીલ્લાના પરીક્ષા કેન્દ્ર પર જઇ કુલ ૩૫૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને વ્યકિતગત રીતે વિતરણ કરવામાં આવ્યુ હતુ.

જેમાં તક્ષશિલા કોલેજના સ્વયંસેવકોનો પણ વિતરણમાં સહયોગ મળેલ હતો. કાર્યની વ્યવસ્થામાં યુનિ. પરીક્ષા તંત્ર તથા તમામ પરીક્ષા કેન્દ્ર કોલેજનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, સંસ્થા દ્વારા છેલ્લા ચાર માસથી તમામ લોકો માટે સિદસર હોસ્પિટલ ખાતેથી રોગ પ્રતિકારક શકિત વધારવા માટેની દવાઓનું વિનામુલ્યે વિતરણ થઇ રહ્યુ છે. અત્યાર સુધીમાં સ્વામી વિવેકાનંદ હોમિયોપેથીક મેડીકલ કોલેજ દ્વારા આશરે ચાર લાખથી વધારે લોકોને આ દવાનો ડોઝ વિનામુલ્યે આપવામાં આવ્યા છે તેમ સંસ્થાની યાદીમાં જણાવવામાં આવેલ છે.

(11:43 am IST)