Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

વિધાનસભાની લીંબડી બેઠકની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા સમીક્ષા

વઢવાણ, તા. ર૮ : આગામી સમયમાં સુરેન્દ્રનગર જિલ્લામાં આવનાર પેટા ચૂંટણીઓ અને ખાસ લીમડી વિધાનસભાની ચૂંટણી સોમાભાઈ પટેલે કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે રાજીનામું આપતા આગામી સમયમાં યોજાનાર છે ત્યારે કોંગ્રેસ પક્ષ સતત આ બાબતે સક્રિય બનીને આજે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ સમિતિના સહ પ્રભારી જીતેન્દ્ર ભાઈ ની હાજરીમાં સમીક્ષા બેઠક  યોજવામાં આવી હતી

ગુજરાત કોંગ્રેસ સમિતિના સહ પ્રભારી જીતેન્દ્ર બદ્યેલ , લિંબડી વિધાનસભા પેટા ચૂંટણી ની સમીક્ષા કરી હતી.

 તો લિંબડી-ચુડા-સાયલા વિધાનસભા વિસ્તાર ના તાલુકા કોંગ્રેસ પ્રમુખો, આ વિધાનસભા સીટ માં આવતા જિલ્લા/તાલુકા પંચાયત ના જીતેલા/હારેલા સભ્યો, તમામ સેલ ના પ્રમુખો, કોંગ્રેસની આ સમીક્ષા બેઠકમાં લીબડી સર્કિટ હાઉસ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

ત્યારે પેટાચૂંટણી અગાઉ જ કોંગ્રેસે પોતાની રણનીતિ દ્યડવાની શરૂઆત કરી દીધી છે ત્યારે જે આગામી સમયમાં વિધાનસભાની લીબડી બેઠક માટે પેટા ચૂંટણી યોજાનાર છે તે માટે કોંગ્રેસ પક્ષના આગેવાનો કાર્યકરોનો મત પણ ગુજરાત કોંગ્રેસ સમિતિના સહ પ્રભારી દ્વારા જાણવામાં આવ્યો હતો અને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

(12:11 pm IST)