Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

ભાવનગરમાં બે બંધ દુકાનોમાં આગ ભભૂકી

ભાવનગર તા. ૨૮ : ભાવનગરમાં બે દુકાનોમાં આગ ભભુકી ઉઠતા ફાયરબ્રિગેડના સ્ટાફે દુકાનનાં શટર તોડી ત્રણ ગાડી પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી હતી.

મળતી વિગતો મુજબ શહેરના અલકા ટોકીઝ સામે ભોળીયા મહાદેવ મંદિર પાસે આવેલ સોહિલભાઇ ભોજાણીની માલીકીની સીન ટ્રેડર્સ અને બાજુમાં આવેલ અસ્લમભાઇ ઇબ્રાહિમભાઇની કલરની દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ ભભુકી ઉઠી હતી.

આગની જાણ થતાં જ ફાયરબ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો અને બંને દુકાનના શટર બંધ હોય તેને તોડી ત્રણ ગાડી પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી હતી. આગમાં સીન ટ્રેડર્સમાં રહેલ નેવીગેશન, ફાયર સેફટીના સાધનો, એસીબીએ સેટ તથા કલરની દુકાનમાં કલરના સાધનો - માલ સામગ્રી સળગી જવા પામી હતી.

(10:03 am IST)