Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

અમરેલીમાં બ્‍યુટી પ્રોડકટના નામે સ્‍કીમો આપી લાખોની ઠગાઇ કરનાર જૂનાગઢમાં ઝડપાયો

અમરેલી,તા. ૨૮ : શહેરમાં બ્‍યુટી પાર્લરનો વેપાર કરતા ઘણા લોકોને બ્‍યુટીપ્રોડક્‍ટના નામે અલગ અલગ સ્‍કીમો આપી પોતાના પૈસાનું ઉંચુ વળતર આપવાનો વાયદો કરેલ હોય જે અંતર્ગત ફરીયાદીના કુલ રૂા. ૮,૪૫,૦૦૦ નું રોકાણ કરાવી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી ગુન્‍હો કરેલ હોય જે અનુસંધાને ફરીયાદીએ આરોપી વિરૂધ્‍ધ અમરેલી સીટી પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ આપતા, અમરેલી સીટી પોલીસ સ્‍ટેશન એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૩૨૨૦૬૩૩/૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૪૦૬,૪૨૦, ૧૨૦ (બી), ૧૧૪ મુજબનો ગુન્‍હો રજી. થયેલ હોય જે અનુસંધાને સંડોવાયેલા આરોપી સીતાકાંત ઇન્‍દ્રમતી મોહાપાત્રા રહે. મુળ બહીસીંગા તા. બારીપદા જી.મયુરવંશ રાજ્‍ય ઓરીસ્‍સા હાલ રહે. જૂનાગઢ પ્રતિક્ષા એપાર્ટ મેન્‍ટ. જય શ્રી ટોકીઝની પાછળ વાળાની જૂનાગઢ મુકામેથી ગણતરીની કલાકોમાં ઝડપી પાડેલ અને મજકુરની પુછપરછ દરમ્‍યાન ઉપરોકત ગુન્‍હો પોતે આચરેલની કબુલાત આપેલ છે.

આમ પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહની સુચનાથી જે.પી.ભંડેરી, નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ, અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં વિશ્વાસઘાત અને છેતરપીંડી  કરી ગુન્‍હાનાં આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડવામાં અમરેલી સીટી પોલીસ સ્‍ટેશન ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. એમ.એ.મોરી તથા અમરેલી સીટી પોલીસ સ્‍ટેશન સ્‍ટાફને સફળતા મળેલ છે.

(1:26 pm IST)