Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

શાપર-વેરાવળમાં જાહેરમાં જૂગાર રમતા ૬ પતાપ્રેમીઓ પકડાયા

શાપર વેરાવળ, તા.૨૮:- શાપર-વેરાવળમાં જુગાર રમતા ૬ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતો.

પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચનાથી તથા ના.પો. આધિકારી એચ એમ જાડેજાના માર્ગદર્શન હેડળ પીએસઆઇ એા આર ગોંડલીયા હેડ કોન્ટેબલ રોહીતભાળ બકોત્રો, માવજીભાઇ ડાંગર, રવિરાજસિંહ ઝાલા, અનિરૂધ્ધસિંહ જાડેજા તથા વિજયગીરી ગોસ્વામી પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન સાથેના અનિરૂધ્ધસિંહ જાડેજાને મળેલ હકિકત આધારે વેરાવળમાં આવેલ ન્યુ ટેક કાબન કારખાનાની બાજુમાં જુગાર રમતા હંસરાજ ભુવનેશ્વરભાઇ યાદવ, દિનેશ શ્રી મીશરીલાલ કુસ્વા, મહેન્દ્ર શ્રી ગરીભાળ પંડિત, અમેન્દ પ્રસાદ સીધ્ધનાથ પ્રસાદ ખરવા, ગોરીશંકર ભુટનભાઇ કેવળ તથા ગંગાસાગર સુભાષભાઇ યાદવ રહે બધા વેરાવળ શાપર વાળાઓને રોકડ રકમ ૧૦.૦૪૦ તથા મોબાઇલ નંગ ૪ કિમત રૂપિયા ૫૦૦૦ સહિત કુલ કિંમત ૧૫.૦૪૦.ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(3:46 pm IST)