Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

જસદણના ભંડારીયા ગામના કોળી વૃધ્ધા સોનાબેનનો બાથરૂમમાં સળગી આપઘાત

રાજકોટ તા. ૨૮: જસદણના ભંડારીયા ગામના સોનાબેન બચુભાઇ મકવાણા (ઉ.૭૦) નામના કોળી વૃધ્ધાએ બાથરૂમમાં અગ્નિસ્નાન કરી જિંદગી ટૂંકાવી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

સોનાબેને ગઇકાલે બપોરે ઘરના બાથરૂમમાં જઇ શરીરે કેરોસીન છાંટી કાંડી ચાંપી લેતાં ભડકો થતાં પરિવારજનો દોડી ગયા હતાં. દરવાજો તોડી આગ બુઝાવી સોનાબેનને ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં.   પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાગળો કરી જસદણ પોલીસને જાણ કરી હતી.

આપઘાત કરનાર સોનાબેનને સંતાનમાં બે પુત્ર અને પાંચ પુત્રી છે. પતિ ખેત મજૂરી કરી કરે છે. માથાનો દુઃખાવો હોઇ તેનાથી કંટાળી જઇ આ પગલું ભરી લીધાનું બહાર આવ્યું હતું.

(12:07 pm IST)