Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

માળિયા પંચાયતના ૨૧ સફાઇ કામદારોને કાયમી કરવા હુકમ

સૌરાષ્ટ્ર સફાઇ કામદાર સંઘ દ્વારા ઔદ્યોગીક અદાલતમાં કરાયેલ કેસ સંદર્ભે અદાલતનો હુકમ

રાજકોટ તા ૨૮ : માળિયા ગ્રામ પંચાયતના ૨૧ રોજમદાર કર્મચારીઓને કાયમી કરવા માટેનો હુકમ દ્યોગિક અદાલત રાજકોટ દ્વારા કરવામાં આવ્યો છે.

આ અંગે સૌરાષ્ટ્ર સફાઇ કામદાર સંઘના મંત્રી જગદીશભાઇ સોલંકીની યાદીમા ં જણાવાયું છે ક ેઔદ્યોગિક અદાલત, રાજકોટના જજ શ્રીએમ.એફ. મંડલી  દ્વારા સૌરાષ્ટ્ર સફાઇ કામદાર સંઘના ૨૧ સફાઇ કામદારોને રેફરન્સની દાખલ તારીખથી કાયમી કરવાનો હુકમ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે માળીયા ગ્રામ પંચાયત, માળીયા હાટીનામાં ૨૪ સફાઇ કામદારો કાયમી કરવા માટેનો સૌરાષ્ટ્ર સફાઇ કામદાર સંઘ, રાજકોટના મંત્રીશ્રી જગદીશભાઇ સોલંકી મારફત દ્યોગિક અદાલતમાં  રાજકોટમાં સફાઇ કામદારોને કાયમી કરવા તેમજ છેલ્લા પગાર મુજબ કાયમી કરી પગાર ચુકવવા ઔદ્યોગિક અદાલતમાં કેસ દાખલ કરેલ તેમાં ત્રણ સફાઇ કામદારો ગુજરી ગયેલ, સદરહુ કેસ રાજકોટ દ્યોગિક અદાલત, નામ. જજ શ્રી એમ.એફ. મંડલી સાહેબ સમક્ષ ચાલી જતા સૌરાષ્ટ્ર સફાઇ કામદાર સંઘ, રાજકોટ વતી જગદીશભાઇ સોલંકી મારફત રજુ થયેલ જુબાની તેમજ રજુ કરેલ દસ્તાવેજી પુરાવા તથા રજુ કરેલ દલીલ તેમજ જુદીજુદી હાઇકોર્ટના તેમજ સુપ્રિમ કોર્ટના જજમેન્ટ રજુ કરેલ, તે ધ્યાને લઇ દ્યોગિક અદાલતે ઉપરોકત ૨૧ સફાઇ કામદારોને રેફરન્સની દાખલ તારીખથી કાયમી કરવા હુકમ કરેલ છે. આ કામમાં કામદારો વતી સૌરાષ્ટ્ર સફાઇ કામદાર સંઘના મંત્રીશ્રી જગદીશભાઇ સોલંકી રોકાયેલા હતા. સૌરાષ્ટ્ર સફાઇ કામદાર સંઘના આગેવાનો શ્રી રામજીભાઇ વાઘેલા, ધરમશીભાઇ વાઘેલા તેમજ જગદીશભાઇ સોલંકીની સંયુંકત યાદી જણાવે છે કે, આ ચુકાદો આવતા માળીયા ગ્રામ પંચાયતના સફાઇ કામદારોમાં હર્ષની લાગણી ફેલાયેલ છે (૩.૭)

 

(12:02 pm IST)