Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

બગસરા શહેર ભાજપના પ્રમુખ ઉપર હુમલો

બગસરા, તા.૨૮: બગસરા શહેર ભાજપના પ્રમુખ એ. વી. રિબડીયા પર  ભાજપના કાર્યકર ના પુત્ર દ્વારા ખૂની હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો આ ઘટનાને પગલે ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં સરકારી દવાખાને દોડી આવ્યા હતા.

ભાજપ પ્રમુખ એ.વી. રીબડીયા જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં પોતાના કાર્યકરો સાથે ચર્ચા કરી રહ્યા હતા તે સમય દરમ્યાન  પાલિકાના સદસ્ય અને રેખાબેન અમૃતભાઈ પરમારના પુત્ર સિતાંશુ દ્વારા માથાના ભાગે ઇટ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

તાજેતરમાં થયેલી નગરપાલિકાના પ્રમુખ પદની ચૂંટણીમાં પાલિકાના સદસ્ય રેખાબેન પરમાર ગેરહાજર રહેતા તેમને પક્ષમાંથી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવેલા હોય આ બાબતનું મન દુઃખ રાખી તેમના પુત્ર દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું હતું જોકે રાત્રી સમય સુધી આ બાબતે કોઇ પોલીસ ફરીયાદ નોંધવામાં આવી ન હતી.(૨૩.પ)

 

(11:49 am IST)