Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

કોટડાસાંગાણીના આંબલીયાળામાં ચેકડેમમાંથી માટી ભરવાની ના પાડતા રમેશભાઇ સોલંકી પર હુમલો

આંબલીયાળાના હર્ષદસિંહ ઉર્ફે પીન્ટુ, દિવ્યરાજસિંહ, શ્યામસિંહ અને ગોપાલસિંહ સામે ગુનો નોંધાયો

રાજકોટ તા.ર૮: કોટડાસાંગાણીના આંબલીયાળા ગામ પાસે ચેકડેમમાંથી માટી ભરવાની ના પાડી ચાર શખ્સોએ ખાંટ યુવાનને લાકડી તથા પાઇપ વડે હુમલો કર્યાની ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ આંબલીયાળા ગામમાં રહેતા રમેશભાઇ ભીમજીભાઇ સોલંકી (ઉ.વ.૪૦) ગત તા. ૨૬/રના રોજ પોતાના ઘરે હતા ત્યારે બેટાવડ ગામમાં પવનચક્કીનું કામ ચાલુ હોય તેનો રસ્તો પુરવા માટે આંબલીયાળા ગામમાં સ્મશાન પાસે આવેલ ચેકડેમમાંથી પવન ચક્કી કામ મરતા મજુર જેસીબી અને ટ્રેકટર વડે માટી ભરતા હતા ત્યારે ગામમાં રહેતો હર્ષદસિંહ ઉર્ફે પિન્ટુ દીલુભા જાડેજા, દિવ્યરાજસિંહ હર્ષદસિંહ જાડેજા, શ્યાહ હર્ષદસિંહ જાડેજા અને ગોપાલ મયુરસિંહ જાડેજાએ આવી અને કામ બંધ કરાવતા જેસીબીના ચાલકે રમેશભાઇ સોલંકીને ફોન કરી જાણ કરતા રમેશભાઇ સ્થળ પર દોડી આવ્યા હતા અને તેણે હર્ષદસિંહ ઉર્ફે પિન્ટુને 'કામ શું કામ બંધ કરાવેલછે' તેમ પૂછતા તેણે કહેલ કે પવનચક્કીનું કામ કરતા લોકોને આપણા ગામમાં કામ કરવું હોય તો મારી મંજુરી લેવી પડે તેમ કહી ગાળો આપવા લાગેલ તે દરમ્યાન દિવ્યરાજસિંહ, શ્યામસિંહ અને ગોપાલસિંહે આી લાકડીઓ તથા લોખંડના પાઇપ વડે માર મારી માથા, બંને હાથે-પગે માર મારીગોઠણના ભાગે ફ્રેકચર જેવી ગંભીર ઇજા કરી હતી અને તેની સાથે કાન્તાબેન ગીરધરભાઇ સરવૈયાને પણ બે-ત્રણ ઝાપટો મારી લાકડી -પાઇપ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે લોધીકા પોલીસે રમેશભાઇ ખાંટની ફરિયાદ પરથી ચારેય શખ્સો સામે ગુનો દાખલ કરી પીએસઆઇ જે.યુ. ગોહિલે તપાસ હાથ ધરી છે.(૧.૧૦)

 

(11:48 am IST)