Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

માળીયામિંયાણા નજીક ધુડખર અભયારણ્યમાં પેશકદમીની રજૂઆત

ધાંગ્રધાના ડી.એફ.ઓ અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહીતનો કાફલો કચ્છના નાનારણમાં સ્થળ વિઝીટ કરી

માળીયામિંયાણા, તા.૨૮:- માળીયામિંયાણાના કચ્છના નાના રણમાં દ્યુડખર અભ્યારણમાં  પેશકદમીની રજુઆતના પગલે નાયબ વન સરંક્ષક અધિકારી કચ્છના રણમાં દોડી આવ્યા હતા અને માળીયા અને સુરજબારી પાસેના ચેરિયાવાંઢ વિસ્તારની સ્થળ વિઝિટ કરી કાર્યવાહી કરવાની માછીમારોને ખાત્રી આપી હતી મળતી માહિતી મુજબ માળીયામિંયાણાના જુના નવા હંજીયાસર અને સુરજબારી નજીક ચેરીયાવાંઢ વિસ્તારમાં  ઘુડખર અભ્યારણની જમીનને દ્યર સમજી  પેશકદમી કરી ક્રીકમાંથી આવતુ કુદરતી દરીયાઈ પાણીને રોકવા મહાકાય માટીના પાળા બનાવી નાખતા દરિયાઈ પાણીની અવર-જવર બંધ કરી દેતા માછીમારોના ધંધા ઉપર માઠી અસર થતા સાગર ખેડુ તરીકે જાણીતા માછીમારોના ધંધા ઠપ્પ થઈ ગયા હતા જેથી ગરીબ માછીમારોમાં ભારે રોષ ફેલાયો હતો ત્યારે આ મીઠાના ઉધોગપતીઓ સામે કડક હાથે કાર્યવાહી કરવા પ્રતિક ઉપવાસ આંદોલન કરી ઉચ્ચકક્ષાએ રજુઆત કરતા ધ્રાંગધ્રાના ડી.એફ.ઓ અને રેન્જ ફોરેસ્ટ અધિકારી સહીતનો કાફલો કચ્છના નાનારણમાં દોડી આવી સ્થળ વિઝિટ કરી સુરજબારી પાસેના ચેરિયાવાંઢ વિસ્તારમાં જરુરી કાર્યવાહી કરવાની માછીમારોને ખાત્રી આપી હતી તેમજ ફોરેસ્ટ અધિકારીની ટીમ સાથે માળીયામિંયાણાના જુના નવા હંજીયાસરના અગ્રણી તેમજ દરિયાકાંઠા સમિતિના પ્રમુખ મોવર સાવદીનભાઈ હબીબભાઈ અને સીદીકભાઈ કરીમભાઈ ભટ્ટી સહીતના માછીમારો સ્થળ વિઝિટમાં હાજર રહ્યા હતા માછીમારોને નડતરરૂપ થતા  ગેરકાયદેસર માટીના મહાકાય પાળા તંત્ર દ્વારા તોડી પાડવામાં નહી આવે તો આગામી દિવસોમાં ધ્રાંગધ્રા ફોરેસ્ટ ઓફિસ અને ગાંધીનગર ખાતે બે હજાર માછીમારો ન્યાય માટે ધામા નાખશે તેવી ચીમકી ઉચ્ચારી હતી જેનો તંત્રને રેલો આવતા તંત્ર સફાળુ જાગી હરકતમાં આવ્યુ હતુ અને માળીયામિંયાણાના મોટાદહિસરા ગામના આર.ટી.આઈ એકટીવીસ્ટ હરેશભાઈ બાલાસરાએ પણ  ચેરના જંગલોને અને માછીમારોને ભારે નુકશાન કરતા તત્વો સામે ન્યાય માટે કોર્ટના દરવાજા ખખડાવાની અને જાહેર હિતને નુકશાન પહોંચાડવા સામે કાર્યવાહી કરવાની તૈયારીઓ બતાવી હતી જેનો તંત્રના કાને રજુઆતનો પડદ્યો પડતા તાત્કાલિક તંત્ર હરકતમાં આવી કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી.(૨૨.૮)

 

 

(11:45 am IST)