Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

સબંધીની સ્મશનયાત્રાએ જતાં જામનગરના ભાનુશાલી પરિવારની જીપ માંડવી નજીક ઝાડ સાથે અથડાતા એકનું મોત : ત્રણને ઇજા

ભુજ તા. ૨૮ : ભુજ માંડવી રોડ ઉપર પુનડી પાટીયા પાસે પુરપાટ જતી જીપ ઝાડ સાથે અથડાતાં એકનું મોત નીપજયું હતું અને ત્રણને ઈજાઓ પહોંચી હતી. મૂળ જામનગરનો ભાનુશાલી પરિવાર માંડવી માં યુવા સબંધીનું મોત નિપજતા સ્મશાનયાત્રા માટે જઇ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. પુનડી પાટીયા પાસેની જોખમી ગોલાઈ દરમ્યાન ડ્રાઇવરે કાબુ ગુમાવતા ટવેરા જીપકાર ઝાડ સાથે અથડાઈ હતી.

આ અકસ્માતમાં જામનગરના ભાનુશાલી પરિવારના ૫૯ વર્ષીય વડીલ પરસોત્તમ ભેરૂમલ ગજરાનું મોત નીપજયું હતું. જયારે પરિવારના અન્ય સભ્યો મીરાબેન પરસોત્તમ ગજરા, આશાબેન હરિભાઈ ભાનુશાલી, રાથીભાઈ પ્રકાશ મુલચંદાણીને ઈજાઓ થતા તેમને ભુજ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. અકસ્માતના આ બનાવમાં કોજાચોરા, તલવાણા અને કોડાય ગામના આગેવાનો અને ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા મદદરૂપ થયા હતા.

(11:36 am IST)