Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

કાજલી માર્કેટીંગ યાર્ડમાં કમોસમી વરસાદથી મગફળી પલળી ગઇ

પ્રભાસપાટણ તા. ર૮: વેરાવળ તાલુકાના કાજલી ગામે આવેલ માર્કેટીંગ યાર્ડમાં કમોસમી વરસાદને કારણે મોટે પાયે થયેલ નુકસાન થયું છે.

સોમનાથ વિસ્તારમાં સવારના ૬.૪૫નાં સમયમાં ઓચિંતા વરસાદ ચાલુ થયેલ હતો અને ૧૫ થી ૨૦ મિનીટ સુધી વરસાદ ચાલુ રહેલ હતો આ કમોસમી વરસાદને કારણે કાજલી માર્કેટીંગ યાર્ડમાં મોટેપાયે નુકસાન થયેલ છે. જો કે અત્યારે માર્કેટીંગ યાર્ડમાં ઘઉં, ચણા, મગફળી, ઘાણા, તૂવેર, બાજરો, જુવાર સહિત અનેક વસ્તુઓની આવકો શરૂ થયેલ છે જેથી યાર્ડનાં મેદાનમાં ખેડૂતોની તેમજ વેપારીઓની આ વસ્તુઓ મેદાનમાં પડેલ હતી જે આ વરસાદ પડતા પલળી ગયેલ છે.

કાજલી માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદવાનું ચાલુ છે જેથી આ પ થી ૬ હજાર ગુણી પણ મેદાનમાં પડેલ છે આ તમામ મગફળી પણ પલળી ગયેલ છે આ બાબતે કાજલી માર્કેટીંગ યાર્ડના ચેરમેન ગોવિંદભાઇ પરમાર સાથે વાત કરતા તેઓએ જણાવેલ કે ખેડૂતો અને વેપારીઓનો માલ મોટેપાયે પલળી ગયેલ છે તેમજ ટેકાના ભાવે ખરીદેલ મગફળીનો જથ્થો પણ પલળી જતા અંદાજે ૪૫ થી ૫૦ લાખની નુકસાની થવાનો અંદાજ છે.

 

(9:38 am IST)