Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

સોમનાથમાં કુટીર મેળામાં માટીની કલાકૃતિના સ્ટોલનું ભારે આકર્ષણ

પ્રભાસપાટણ તા.ર૮: સોમનાથ મહાદેવનાં સાનિધ્યમાં બીજો દ્વાદશ જયોતિર્લિંગ કાર્યક્રમ યોજાયો તો જેનાં ભાગરૂપે સોમનાથ શોપીંગ સેન્ટરની સામે પથિકાશ્રમનાં ગ્રાઉન્ડમાં સરકાર દ્વારા કુટીર ઉદ્યોગ મેળાનું આયોજન કરેલ તેમાં ગુજરાત ભરમાંથી જુદી જુદી હસ્તકલાનાં પપ સ્ટોલ નાખવામાં આવેલ છે. જેમાં હાથશાળ, હસ્તકલા, ભરતકામ, ચર્મકામ, મોચી કામ, વાંસકામ, માટીકામ, તથા ગૃહ સુશોભનની વિવિધ ચિજ વસ્તુઓનાં સ્ટોલ આવેલ છે.

આ તમામ સ્ટોલોમાં સોથી આકર્ષણનું કેન્દ્ર મેળામાં પ્રવેશતા અમદાવાદનાં અડાલઝનો જે માટીની અવનવી વસ્તુઓ આવેલ છે તે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. આ સ્ટોલમાં માટીની બનાવેલ ફલાવર પોટ, ભગવાનની મૂર્તિઓ, રસોઇ માટેનાં માટીનાં વાસણો, હાથી, ઘોડા, માટીનાં ઝુમરો, ફુલ મુકવાનાં બાઉલ સહિત અનેક અવનવી આઇટમો આવેલ છે જે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બનેલ છે.

આ બાબતે અમદાવાદનાં અડાલઝનાં પરેશ પ્રજાપતિ અને જીનલ પ્રજાપતિએ જણાવેલ કે આ તમામ માટીની વસ્તુઓ અમો જાતે ઘરે બનાવીએ છીએ અને ગુજરાતના નામાંકીત મેળાઓમાં વેચવા જઇએ છીએ. આ તમામ વસ્તુઓ અમો સોમનાથનાં કાર્તિકીપૂર્ણિમાનાં મેળામાં પણ લાવીએ છીએ અને લોકોનો ખુબ જ સહકાર મળે છે

(9:36 am IST)