Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

કચ્છમાં ડિવાઈડર સાથે કાર અથડાતાં ધ્રાંગધ્રાની યુવતીનું મોતઃ ભેંસ સાથે બાઇક અથડાતા પ્રૌઢનું મોત

ભુજ,તા.૨૭: કચ્છમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં બે માનવ જિંદગીઓ મોતને ભેટી હતી. ધ્રાંગધ્રાથી મુન્દ્રાના નાનીખાખર ગામે જઈ રહેલા ક્ષત્રિય પરિવારની કાર ડિવાઈડર સાથે ભટકાઈ હતી. મુન્દ્રાના સમાદ્યોદ્યા ગામ પાસે સર્જાયેલા આ અકસ્માતમાં ૩૦ વર્ષીય પરિણીત યુવતી રૂપાબા યુવરાજસિંહ જાડેજાએ જીવ ગુમાવ્યો હતો. મુન્દ્રા પાસે જબલપુર ગામ નજીક બાઇક ભેંસ સાથે અથડાતાં ૫૪ વર્ષીય પ્રૌઢ અરજણભાઈ હીરાણી (ગોડપર,ભુજ) નું મોત નીપજયું હતું. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:47 am IST)