Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

જામકંડોરણા પોલીસ સ્ટેશને લોક દરબાર યોજાયો

જામકંડોરણાઃજામકંડોરણા પોલીસે સ્ટેશન ખાતે રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ અધિક્ષક એસ.પી. શ્રી બલરામ મીણાની અધ્યક્ષ સ્થાનેઙ્ગ લોકદરબાર યોજાયો હતો આ લોક દરબારમા જામકંડોરણા યુવા નેતા લલિતભાઇ રાદડીયા સરપંચ જશમતભાઇ કોયાણી સહિત રાજકીય આગેવાનો ગ્રામજનોએ હાજરી આપી હતી. આ તકેઙ્ગ નોવલ કોરોના સંક્રમણ થી બચવા લોકોને સાવચેત રહેવા અપીલ કરી હતી સાથે ગામ લોકોના કાઈ પ્રશ્નો હોયતો જણાવવા કહ્યુ હતુઆ કાર્યક્રમમા  જેતપુર વિભાગના મદદનીશ પોલીસ અધીક્ષક સાગર બાગમાર સાહેબ સીપીઆઈ શ્રી વિ.કે પટેલ જામકંડોરણાના પીએસઆઇ જે.યુ ગોહીલ સહિતના હાજર રહ્યા હતા.આ કાર્યક્રમના અંતે જામકંડોરણા પોલીસ સ્ટેશન મૈદાનમા અતીથીના વરદ્ હસ્તે વૃક્ષારોપણ કર્યુ હતું.(

(11:45 am IST)
  • મેયર બીનાબેન આચાર્ય અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાના સોશ્યલ ડિસ્ટન્સ અંગેનો વિડીયો વાયરલ : રાજકોટ કાર્યાલયના ભુમિ પૂજન કાર્યક્રમ વખતે સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરવા બાબતનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ access_time 5:30 pm IST

  • દેશમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : છેલ્લા 24 કલાકમાં નવા 48,931 કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 14,36,018 કેસ થયા :4.84,053 એક્ટિવ કેસ :કુલ 9,18,734 દર્દીઓ રિકવર :વધુ 702 લોકોના મોત :મૃત્યુઆંક 32,810 થયો : મહારાષ્ટ્રમાં સૌથી વધુ 9431 કેસ : તામિલનાડુમાં નવા 6986 કેસ :દિલ્હીમાં વધુ 1075 કેસ : આંધ્રપ્રદેશમાં નવા 7627 કેસ: કર્ણાટકમાં નવા 5197 કેસ :ઉત્તર પ્રદેશમાં 3246 કેસ અને પશ્ચિમ બંગાળમાં વધુ 2341 કેસ :બિહારમાં 2605 નવા કેસ, રાજસ્થાનમાં 1132 કેસ અને આસામમાં 1142 નવા કેસ અને ઓરિસ્સામાં 1376 કેસ નોંધાયા access_time 12:43 am IST

  • દેશમાં કોરોનાનો કહેર : છેલ્લા 24 કલાકમાં નવા 46,484 કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 14,82,503 કેસ થયા :4.95,443 એક્ટિવ કેસ :કુલ 9,53,189 દર્દીઓ રિકવર :વધુ 636 લોકોના મોત :મૃત્યુઆંક 33,448 થયો : મહારાષ્ટ્રમાં સૌથી વધુ 7924 કેસ : તામિલનાડુમાં નવા 6993 કેસ :દિલ્હીમાં 613 કેસ : આંધ્રપ્રદેશમાં નવા 6051 કેસ: કર્ણાટકમાં નવા 5324 કેસ :ઉત્તર પ્રદેશમાં 3505 કેસ અને પશ્ચિમ બંગાળમાં વધુ 2112 કેસ :બિહારમાં 2192 નવા કેસ, તેલંગાણામાં 1473 કેસ,રાજસ્થાનમાં 1134 કેસ અને આસામમાં 1348 નવા કેસ અને ઓરિસ્સામાં 1503 કેસ નોંધાયા access_time 1:09 am IST