Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ભાવનગરના તનિષ્‍ક સોનાના શોરૂમના મેનેજમેન્‍ટ એજન્‍ટ મુકેશભાઇ જોધવાણી પાસે ૧ કરોડની ખંડણી તથા અપહરણના આરોપીઓને ગણતરીના સમયમાં પકડી પડાયાઃ રેન્‍જ વડા અશોકકુમાર યાદવના માર્ગદર્શનમાં વધુ એક સફળતા

        રાજકોટઃ તનિષ્‍ક (સોનાના ) શોરૂમ મેનેજમેન્‍ટ એજન્‍ટ મુકેશભાઇ યત્રુલાલ જોધવાણી પાસેતેમના રહેણાક પાસેથી ૪ શખ્‍સોએ અપહરણ કરી પ૦ લાખ રોકડા તથા પ૦ લાખના સોનાના દાગીના મળી કુલ ૧ કરોડની ખંડણી પડાવેલ તેવા ચકચારી મામલામાં ફરિયાદીની ફરિયાદના આધારે ભાવનગર રેન્‍જના કાર્યદક્ષ ડીઆઇજી અશોકકુમાર યાદવે તાકીદે આરોપીઓને ઝડપી લેવા ભાવનગરના ઇન્‍ચાર્જ જિલ્લા પોલીસ અધિક્ષક એ.એમ. સૈયદ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રીઠાકરના માર્ગદર્શન હેઠળની ટીમે આરોપીઓને ગણતરીના સમયમાં ઝડપી લીધા હતા.

        આમ તો ઘટના ચાલુ વર્ષના જાન્‍યુઆરીની ર૯મી તારીખે બની હતી પરંતુ ફરીયાદીએ ભયના કારણે ફરીયાદ નોંધાવી નહોતી. બાદમાં સ્‍વસ્‍થ થતા તેઓએ સમજાવટથી ભાવનગર રેન્‍જ ડીઆઇજી અશોકકુમાર યાદવનો સંપર્ક સાધતા તેઓએ તુરત કાર્યવાહી કરી આરોપીઓને ઝડપી લેવા ખાસ ટીમની રચના કરી હતી. આ ખાસ ટીમમાં  ડીવાયએસપી શ્રીઠાકર, પો.ઇન્‍સ. એલસીબી, એસઓજી તથા પીઆઇ નિલ઼ંબા પોલીસ સ્‍ટેશન સહીતના ચુનંદા સ્‍ટાફનો સીટમા સમાવેશ કર્યો હતો.

        પોલીસ તપાસ ધમધમાટના કારણે ભાવનગરના રોહીત માસા, યશપાલસિંહ નરેન્‍દ્રસિંહ ચુડાસમા, શકિતસિંહ નરેન્‍દ્રસિંહ ચુડાસમા અને કલ્‍પેશ નાથા તથા અન્‍ય એક અજાણ્‍યા શખ્‍સોની તાકીદે અટકાયત કરી ગુનાનો ભેદ ઉકેલી નાખેલ. ઉકત પ્રકરણમાં આરોપીઓને સખતમા સખત સજા મળે તે માટે સ્‍પેશ્‍યલ પબ્‍લીક પ્રોસીકયુટરની નિમણુંક કરવા પણ ડીઆઇજી અશોકમુાર યાદવે નિર્ણય લીધો છે.ડીઆઇજીએ લોકોને કોઇપણ જાતના ભય વગર તેઓને મુશ્‍કેલી સમયે પોલીસનો સંપર્ક સાધવા અપીલ કરી છે. આ મામલામા મંત્રી વિભાવરીબેને પણ અંગત રસ લઇ પોલીસ કાર્યવાહીમાં રસ લીધો હતો.

(9:07 pm IST)