Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

જામનગર તોલમાપ કચેરીના સિનીયર ઇન્‍સ્‍પેકટર રમેશ માકડીયા ર૦૦ રૂા.ની લાંચ લેતા ઝડપાયા

રાજકોટ, તા.,ર૬: જામનગરમાં તોલમાપ કચેરીમાં ફરજ બજાવતા સિનીયર ઇન્‍સ્‍પેકટર રૂા. ર૦૦ની લાંચ લેતા પકડાતા  ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહીતી મુજબ જામનગર આસી. કન્‍ટ્રોલર લીગલ મેટ્રોલોજી, તોલમાપ કચેરીમાં વર્ગ-૩ માં ફરજ બજાવતા સિનીયર ઇન્‍સ્‍પેકટર રમેશ રવજીભાઇ માકડીયા (ઉ.વ.પ૭)એ ઇલેકટ્રીક વજન કાંટાને સ્‍ટેમ્‍પીંગ કરીને સર્ટીફીકેટ મેળવવા માટે રૂા.ર૦૦ની માંગણી કરી હતી.

જેથી અરજદારે આ અંગે એસીબીને જાણ કરતા જામનગર એસીબીના પીઆઇ એ.ડી.પરમાર અને સુપરવીઝન અધિકારી એચ.પી.દોશી સહીતની ટીમે કાર્યવાહી કરીને સિનીયર ઇન્‍સ્‍પેકટરને રૂા. ર૦૦ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડેલ છે.

(3:28 pm IST)