Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

પાટડીનાં ચીકાસર ગામમાં લીમડાના વૃક્ષમાંથી સફેદ પાણી નીકળતા કુતુહલ

કડવા લીમડામાંથી મીઠુ પાણી નીકળતા લોકો દોડયા

વઢવાણ,તા.૨૬: પાટડી તાલુકાના ચીકાસર ગામે લીમડાના વૃક્ષમાંથી એક સફેદ કલરનો પ્રવાહી નીકળતા ગ્રામજનોમાં કુતુહુલ જોવા મળી હતી.જયારે લીમડાના વૃક્ષમાંથી સફેદ પાણી નીકળતું હોવાની વાત ગામમાં વાયુવેગે પ્રસરી જતા લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. જયારે ચીકાસર ગામે વડગામમાં અબદુલભાઇ હસનભાઈના ફળિયામાં લીમડાનું વૃક્ષ આવેલું છે.

જેમાંથી એકાએક સફેદ પ્રવાહી નીકળતા કેટલાક લોકોએ આ પ્રવાહને ગ્લાસમાં ભરીને પિતા કડવા લીમડાના વૃક્ષમાંથી મીઠું પ્રવાહી માલુમ પડ્યું હતું. આથી લોકો આ ઘટનાને નજરે નિહાળી અને ગ્રામજનોમાં ભારે પુર ફેલાયું છે. ત્યારે આ અંગે આર્યુવેદિક રીતે અત્યારે જે માસ ચાલી રહ્યો છે. જેમાં લીમડાના વૃક્ષમાંથી એકાએક વહેતુ સફેદ કલરનું પાણી કદાચ જમીનની માત્રામાં પાણીનો પ્રવાહ વધી જવાના કારણે પણ આવું બની શકે છે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી હતી.

જયારે આ પ્રવાહી હાલમાં અત્યારે વસંત ઋતુ હોવાના કારણે આ પ્રવાહી પાણી લીમડામાંથી વહે છે જે પીવાથી નિરોગી પણ ગણી શકાય છે પરંતુ આ લીમડા માંથી વહેતું સફેદ કલરનું પાણી લેબોરેટરી કે ચકાસણી કર્યા વગર પીવું તે પણ યોગ્ય ન કહેવાય તેઓ હાલમાં આરોગ્ય શાખામાંથી જાણવા મળી રહ્યું છે ત્યારે હાલમાં જે કોઈ આ પાણી પીધું હોય ન પીવા માટે પણ જણાવવામાં આવ્યું છે.

કારણ કે લીમડામાંથી આવતું પાણી તેના સ્વાદ પ્રમાણે કરવું જોઈએ પરંતુ આ લીમડાનું મીઠું પાણી છે ત્યારે તપાસ કે યોગ્ય ન થાય ત્યાં સુધી આ પાણી પીવું જોઈએ નહીં ત્યારે હાલમાં તો પાટડીના ચીકાસર ગામે નાના એવા ગામમાં આ લીમડા માંથી વહેતું પાણી જોવા અને પીવા માટે પડાપડી થઇ રહી છે ત્યારે લોકોમાં આ લીમડામાંથી વહેતા પાણીને જોવા માટે આ ને પીવા માટે લોકોના ટોળેટોળા ઉમટી રહ્યા છે. આજુબાજુના ગામમાં પણ આ આ વાતની ચર્ચા ચાલતા આજુબાજુનાં ગામોમાં પણ કુતૂહલ સર્જાયું છે.(

(1:17 pm IST)