Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાયઃ૩૧ ટીમોએ ભાગ લીધેલ

ટંકારા તા. રપ :.. સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાયેલ. તેમાં ટંકારા વિસ્તારની ૩૧ ટીમોએ ભાગ લીધેલ. આ ટુર્નામેન્ટમાં ફાયનલ વિજેતા કટપ્યા કિલર્સ હરબટીયાળી બનેલ. જયારે રનર્સ ટીમ વિજેતા વીર સાવરકર ઇલેવન સરાયા બનેલ. બેસ્ટ બેસ્ટમેનનો એવોર્ડ નિલેશભાઇ ભાગીયા, બેસ્ટ બોલરનો એવોર્ડ કલ્પેશ ભાગીયા તથા મેન ઓફ સીરીઝ પાર્થ ભાગીયા બનેલ.

ટુર્નામેન્ટનું આયોજન વિપુલભાઇ ડાકા, અને પિયુષભાઇની ટીમ દ્વારા કરાયેલ. ટુર્નામેટ ત્રણ દિવસ રમાયેલ. ટુર્નામેન્ટ નિહાળવા મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડેલ. પાટીદાર સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી પ્રોત્સાહન પુરૂ પાડેલ.

(1:13 pm IST)