Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

પટણા ખાતે યોજાયુ સહકાર સંમેલન

સહકારી પ્રવૃત્તિને વિસ્તારવા પરસ્પર સહકારની સમીક્ષાઃ ભાવિ યોજનાઓ - આયોજનો અંગે ચર્ચા - વિચારણા

અમરેલી તા. ૨૬ : સહકારી પ્રવૃતિને વિસ્તારવા પરસ્પર સહકાર અનિવાર્ય છે અને તે માટે સમયાંતરે સમીક્ષા અને યોજનાઓના આવિશ્કારની જરૂરત હોવાનં બિહારના પાટનગર પટણા ખાતે રાજયનું સૌથી વિશાળ સહકાર સંમેલનમા ભાવમય બોલતા ઈફકોના વાઈસ ચેરમેન-પૂર્વ કેબીનેટ મંત્રી દિલીપ સંઘાણીએ ભારપૂર્વક જણાવેલ જયારે સહકારી પ્રવૃતિ એ દેશની આગવી ઓળખ છે તેમ રાજયના મખ્યમંત્રી નિતિશકુમારે જણાવેલ સંમેલનની વિશિષ્ટતા એ રહી કે આ કાર્યક્રમમા ખાસ ઉપસ્થિત રહેવા મુખ્ય મંત્રી નિતીષકુમાર એ અન્ય કાર્યકમો રદ્ કર્યા હતા.

સંમેલનમા સમગ્ર દેશ માંથી સહકારી પદાધિકારીઓ, આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

સંઘાણીએ જણાવેલ કે, ભારત ખેતિપ્રધાન દેશ છે તેમ અન્ય દેશો પણ કોઈને કોઈ ખેત વ્યવસાય અને ઉત્પાદન સાથે જોડાયેલ હોવાથી તેમની આ પ્રવૃતિને સહકારના માધ્યમથી વિસ્તારવા પરસ્પર સહકાર અને તેની યોજનાઓનું નિર્માણ મહત્વપૂર્ણ બની રહે છે.

ખેડૂત-ખેતિ અને ગ્રામ્ય ઉથ્થાન માટેની વિવિધ યોજનાઓ લાભાર્થી સધી પહોચાડવા, ખેડૂતોને સમૃધ્ધ બનાવવા યોજાયેલ સહકારી સંમેલનમા આયોજક ડો. સનિલકુમાર સિંહ, ડો.ચંદ્રપાલસિંહ, ડો.યુ.એસ.અવસ્થિ, જયોતિન્દ્ર મહેતા, બિજેન્દ્રસિંહ સહિત સહકારી ક્ષેત્રના ગણમાન્ય આગેવાનો ઉપસ્થિત રહયા હોવાનું યાદીમા જણાવાયેલ છે.(

(1:12 pm IST)