Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

જુનાગઢના પાદરીયા ગામે પડતર મકાનમાંથી કોઇએ રાખેલ બે લાખનો દારૂ મળી આવ્યો!

જુનાગઢ તા. ર૬ :.. પાદરીયા ગામે પ્લોટ વિસ્તારમાં રેલ્વેના પાટાની નજીકથી પશ્ચિમ બાજુએ આવેલ કિશોર દેવીપૂજક રહે. જૂનાગઢ વાળાના બંધ પડતર મકાનમાં અમુક અજાણ્યા ઇસમોએ ગેરકાયદેસર રીતે બહારથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવી છૂપાવેલ છે. તેવી ચોકકસ હકિકત આધારે તુરત રેઇડ કરતાં ઉપરોકત બાતમી હકિકતવાળા બંધ પડતર મકાનમાં  વિદેશી દારૂના જથ્થો મળી આવતા તમામ પ્રોહી લગત મુદામાલ કબ્જે કરી જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા હેઠળ ગુન્હો રજી. કરાવેલ.

કબ્જે કરવામાં આવેલ મુદામાલ

મેકડોવેલ્સ નં. ૧  સુપીરીયલ વ્હીસ્કી ૭પ૦ એમ. એલ. ફોર સેલ ઇન હરીયાણા ઓન્લીની પેટી નંગ-ર૧ બોટલ નંગ રપર કિ. રૂ. ૧,૦૦,૮૦૦, મુનવોલ્ક પ્રીમીયમ ડ્રાય જીન ૭પ૦ એમ. એલ. ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી પેટી નંગ-૮ બોટલ નંગ ૯૬ કુલ કિ. ૩૮,૪૦૦, રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ વ્હિસ્કી ૭પ૦ એમ. એલ. ફોર સેલ ઇન હરિયાણા ઓન્લી પેટી નંગ ૧૪, બોટલ નંગ-૧૬૮ કિ. રૂ. ૬૭,ર૦૦ કુલ પેટી નંગ ૪૩ બોટલ નંગ પ૧૬ કુલ કિ. રૂ. ર,૦૬,૪૦૦ છે.

આ કામગીરી પો. ઇન્સ. આર. સી. કાનમીયા તથા પો. સબ. ઇન્સ. આર. કે. ગોહીલ તથા પો. હેઙ કોન્સ. બી. કે. સોનારા, એલ. એ. બેલીમ, એચ. આઇ. સુમરા તથા પો. કોન્સ. યશપાલસિંહ જાડેજા, જીતેષ મારૂ, ધર્મેશભાઇ વાઢેળ વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી કરેલ છે.

(1:11 pm IST)