Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

અમરેલીના તરસીંગડામાં જુના મનદુઃખમાં યુવક ઉપર હુમલો

અમરેલી તા. ૨૬: ધારીના તરસીંગડા ગામે રહેતા પ્રવિણભાઇ ગોબરભાઇ મકવાણાના પિતાએ ઉકા ભીખા મકવાણા, ધનજી ઉકા મકવાણા, ચંદુ મકવાણા, કાનજી ઉકા મકવાણા વિરૂધ્ધ અરજી કરેલ. જે મનદુઃખ  રાખી પ્રવિણભાઇને ગાળોબોલી મારમારી પિતા ગોબરભાઇને ધમકી આપ્યાની ધારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

રાજુલા યાર્ડમાંથી હોન્ડા બાઇક ચોરાયુ

રાજુલા યાર્ડમાં નરશીભાઇ કાનજીભાઇ બલદાણીયાએ પોતાની ઓફિસ પાસે બાઇક પાર્ક કરેલ. તે બાઇક હોન્ડા સ્પ્લેન્ડરજીજે૧૪ કે ૩૫૧ રૂ. ૨૦,૦૦૦/- ની કિંમતનુ કોઇ ચોરી કરી ગયાની રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(1:10 pm IST)