Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

જેતપુર બુક સેલર્સ એન્ડ સ્ટેશનર્સ એસોસીએશન દ્વારા સ્કુલોમાં પુસ્તકોનું વેંચાણ બંધ કરાવવા આવેદન

જેતપુર તા. ર૬ :.. ગુજરાત સરકાર દ્વારા રાજયની તમામ સરકારી શાળાઓ પુસ્તકો ખરીદીને વેચાણ કરી શકશે. તેવો જી. આર. બહાર પાડતા આ વ્યવસ્થા સાથે જોડાયેલ સૌરાષ્ટ્રના વેપારીઓની રોજી-રોટીનો પ્રશ્ન ઉપસ્થિત થતો હોય ઉપરોકત જો સ્કુલો પુસ્તકોનું વેચાણ કરે તો તે બીન નફાકારક કરવાનો હોય જીએસટીનો અનેક જોગવાઇઓનો ભંગ થાય અને બુક સેલર્સ માટે આ એક તક હોય છે. વેપાર માટેની જો તે છીનવી લેવામાં આવશે તો બેરોજગાર બની જશે અને સ્કુલ જો પુસ્તકો, સ્કુલ ડ્રેસ વિગેરે વહેચવાનું ચાલુ કરી દેશો તો તે શૈક્ષણીક સંસ્થાને બદલે વેપારી પેઢી બની જશે અને તેની મન માની વધી જશે આ પ્રશ્ને ગઇકાલે બુક સેલર્સ એસોસીએશને મામલતદારશ્રીને આવેદન પત્ર પાઠવી આ પ્રશ્ને તાત્કાલીક નિર્ણય લેવામાં આવે તેવી માગણી કરેલ છે.

(1:08 pm IST)