Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

જેતપુરનાં નવાગઢના એસપીવીએસ સંકુલમાં વસંતોત્સવ

નવાગઢઃ પાનખરની પૂર્ણાહુતીએ અને વસંતની શરૂઆતે SPVS SPVSSPVS CAMPUS ના વિશાળ ચાર એકરના લશગ્રીન હરિયાળી વચ્ચે ફિલ્મી સેટ જેવા વિશાળ સ્ટેજ પરથી વિદ્યાર્થીઓએ પોતાનામાં રહેલી સુષુપ્ત શકિતઓને ખીલવી હેરત અંગેજ કરતબોને પોતાની કાલીદ્યેલી ભાષામાં રજુ કરી દેશની સંસ્કૃતિ ,સ્થાપત્ય, નાટ્ય ,કળા,અને નૃત્ય દ્વારા રજુ કરી ઉપસ્થિત ૪૫૦૦ થી વધારે પેરેન્ટ્સ અને ૧૫૦૦ થી વધારે વિદ્યાર્થીઓએ માણી અને સૌ કોઈને ચકાચોધ કરી દીધેલ. આ તકે ઉપસ્થિત SPVS કેમ્પસ ના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી દિનેશ ભુવાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં કેમ્પસમાં થતી વિવિધ એકટીવીટીઝ પર પ્રકાશ ફેકતા જણાવેલ કે આજના સાંપ્રત સમયમાં માત્ર પુસ્તકના બે પૂંઠા વચ્ચેના જ્ઞાન કે ગુણ મેળવીને ધ્યાને લેવાને બદલે બાળકને સ્કીલબેઝ બનાવી અને કોમ્પીટીટીવ બનવા પર ભાર મુકયો અને જણાવેલ કે આ માટેજ અમારી સંસ્થાઓ તેના માટે કામ કરી રહી છે. એ માટે ધવલ એકેડેમી અને ધવલ સ્પોર્ટ્સ એકેડેમીનો સીધોજ લાભ અમારા બાળકોને મળે છે.જેના દ્વારા બાળકોમાં રહેલી ખૂબીઓ અને ખામીઓને જણાવવા માટે મેનટોર કોલિંગ દ્વારા પેરેન્ટ્સને ઘર બેઠાં jjœ પોતાના બાળકની પ્રગતિ જાણી શકે છે. બોર્ડના વિદ્યાર્થીઓને માટે રાત્રી રાઉન્ડ દ્વારા શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓના ઘર સુધી પહોચી તેની સમસ્યાઓને નિવારવાનો પ્રયાસ કરે છે. આજ ના વસંતોત્સવ ને સફળ બનાવવા SPVS CAMPUS ના હાયર સેકન્ડરી ના H.O.D. શ્રી કે.ડી.કર કરગથરા,પ્રેસીડેન્ટ ઈંગ્લીશ સ્કુલના H.O.D.શ્રી સંદીપ ભટ્ટી તથા સેકન્ડરી વિભાગના H.O.D. શ્રી એમ.બી.ચોવટિયા તથા સર્વે સ્ટાફ ગણે ભારે જહેમત ઉઠાવી હતી.(

(1:06 pm IST)