Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

આંતરરાષ્ટ્રીય કેનવાસ કોન્ફરન્સ- ૨૦૨૦ કલા શિબિર

ચિત્રકારોએ કેનવાસ પર રંગો રેલાવી નવસર્જન કર્યુઃ ૮ માર્ચથી આંતરરાષ્ટ્રીય મહિલા શિબિરઃ મહિલા કલાકારો ભાગ લેશે

રાજકોટઃ તાજેતરમાં ગીર વેલી આર્ટીસ્ટ વિલેજ, આકોલવાડી-ગીર ખાતે આંતરરાષ્ટ્રીય કેનવાસ કોન્ફરન્સ-૨૦૨૦ કલા શિબિરનું આયોજન કરવામાં અવોલ. જેમાં વિશ્વના નામી કલાકારોએ ભાગ લીધો હતો. શિબિરનું આયોજન કેનેડાથી આવેલ કલાકાર રાજેન્દ્ર મહિડા દ્વારા ઓરિસ્સા, રાજસ્થાન, તેલંગાણા તેમજ ગુજરાતના જુદા- જુદાં શહેરોમાંથી પસંદ કરાયેલાં આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ કલાકારો કે જેઓ નવતર સર્જન દ્વારા પોતાનું વ્યકિતત્વ ઘડતા રહે છે તેઓને લઈને કરેલ. ચિત્રકારોની કેનેડાથી રાજેન્દ્ર મહીડા, જયપુર- રાજસ્થાનથી વિનય શર્મા, ભૂવનેશ્વર- ઓરિસ્સાથી અદ્વેત્ય પ્રસાદ બેહેરા, હૈદરાબાદ- તેલંગાણાથી પદ્મા રેડ્ડી તેમજ ગુજરાતના ભરત પટણી, મિલન દેસાઈ, જયેશ શુકલ, બંસી ખાત્રી, રોહિત પટેલ, કશ્યપ પરીખ, ઉમેશ કયાડા, કૈલાશ દેસાઈ અને બ્રિજેશ ઉપાધ્યાય દ્વારા કેનવાસ પર રંગો રેલાવી નવસર્જન કર્યું હતું. ઉપરાંત શિલ્પકારો કાન્તિ પરમાર અને કૃષ્ણ પડિયા દ્વારા લાકડાં પર જુદા ભાવોને ઉપસાવી ગીર વેલી આર્ટીસ્ટ વિલેજને ત્રીપરીમિતિના આયમથી સુસજિજત કર્યું હતું. આ ત્રી- દિવસીય મૈત્રી- કલા શિબિરની આકોલવાડી- ગીરના શાળાનાં વિદ્યાર્થીઓ તેમજ કલાપ્રેમીઓએ મુલાકાત લઈ કલાકારો સાથે કલા- ગોષ્ઠી કરી હતી. ગીર વેલી આર્ટીસ્ટ વિલેજના અધ્યક્ષ શ્રી ઉમેશ કયાડાએ જણાવ્યું હતું  કે આગામી આઠ માર્ચથી આંતરરાષ્ટ્રીય મહિલા શિબિરનું આયોજન છે જેમાં દેશ- વિદેશની મહિલા કલાકારો નવસર્જન કરવામાં આવશે. તેમ એક યાદીના અંતમાં જણાવાયું છે. વધુ વિગતો માટે મો.૮૮૬૬૦ ૦૫૫૦૨ ઉપર સંપર્ક કરી શકાય છે.(

(1:05 pm IST)