Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

રૂ.ર૩.૭૭ લાખના ચેક રિર્ટનના કેસમાં જસદણ કોર્ટ દ્વારા આરોપીને બે વર્ષની સજા

 જસદણ તા.ર૬ : રાજકોટ જીલ્લાના જસદણમાં રહેતા હિંમતભાઇ નાગજીભાઇ ભુવા એ જસદણ શહેરમાં લાતીપ્લોટ વિસ્તારમાં આવેલ કલાદર્શી ક્રાફટના પ્રોપરાઇટર દિનેશભાઇ એમ. મકવાણા પાસેથી રૂ.ર૩,૭૭,રપ૦-૦૦/- પુરાના આરોપીએ ઉધારમાં જર્મનમેવા બોકસ જુદી જુદી સાઇઝના  ખરીદ કરેલ હતા. આ પૈસા તેઓને સમયસર પરત મળે તેમાટે થઇ આઇ.સી.આઇ.સી.આઇ. બેંક લી. જસદણ શાખાનો ચેક રૂ.ર૩,૭૭,રપ૦-૦૦/- પુરાનો આપેલા હતા. જે ચક દિનેશભાઇએ તેમના આઇ.સી. આઇ.સી. આઇ. બેંક લી. જસદણનાં ખાતામાં જમા કરાવતા સદરહું ચેક બેંકમાં પુરતું બેલેન્સ ન હોવાથી વગર સ્વીકારયે પરત આવેલ હતો. જેથી દિનેશભાઇએ તેમનાં વકીલ ભરતભાઇ અંબાણી મારફત તા.ર૧/૬/ર૦૧૬ ના રોજ નોટીસ આપેલ હતી. જે નોટીસ આરોપી જતા રહેલ છે તેવા શેરા સાથે પરત આવેલ હતી છતા સમયમર્યાદામાં ચેકની રકમ ચુકવેલ ન હતી. જેથી જસદણ ચીફ. જયુ.મેજી.કોર્ટમાં સને ર૦૧૬માં ફરીયાદ નોંધાવામાં આવેલ હતી.

જે કેસમાં કોર્ટે આરોપીને વર્ષની સજા ફટકારી છે.

જસદણની કોર્ટમાં સને ર૦૧૬ ની સાલથી લાંબી કાનુની લડત ચાલેલ હતી. અને હિંમતભાઇ દ્વારા પુરાવો રજુ કરી અનેક તકરારો ઉપસ્થિત કરવમાં આવેલ હતી. અને ચેક ખોટી રીતે લખાયેલો છે નોટીસમાં ચેક નંબર ખોટો લખાવેલ છે ચેકમાં નામ, રકમ, સહી, ચેકની તારીખમાં અન્ય સહીથી લખાયેલ છે જેવા અનેક વાંધાઓ  રજુ કરવામાં આવેલ હતા ફરીયાદી પક્ષના વકી દ્વારા સુપ્રીમ કોર્ટ ત્થા ગુજરાત હાઇકોર્ટના જજમેન્ટ રજુ કરી કાયદાકીય રજુઆતો કરેલ હતી. હાલ ચેક રીટર્નનના અનેક કિસ્સાઓ બંને છે સમાજ વિરૂદ્ધનો ગુનોછે. અને લોકો ચણા મમરા જેમ ચેકનો ઉપયોગ કરે છે જે વિગતો અને દલીલો ધ્યાને લઇ જસદણના ચીફ. જયુ.શ્રીચાંચુએ હિંમતભાઇ નાગજીભાઇ ભુવા રહે.જસદણને બે વર્ષની કેદની સજા તથા રૂ.ર૩,૭૭,રપ૦-૦૦ નો દંડ કરેલો હતો આ દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સજાનો હુકમ ફરમાવેલો છે.

સજાનો હુકમ થયેલ ત્યારે હિંમતભાઇ નાગજીભાઇ હાજર ન હતા જેથી તેની સામે સી.આર.પી.સી.ની કમલ-૭૦ મુજબનું તેના વિરૂદ્ધ પકડ વોરંટ કાઢવામાં આવેલ છે. અને આ વોરંટ એસ.પી.રાજકોટને મોકલવામાં આવેલ છ. ેજયા અને જયાંથી મળે ત્યાંથી પકડીને રજુ કરવાનો હુકમ કોર્ટે કરેલ છે ફરીયાદ પક્ષે વકીલ તરીકે નોટરી ભરતભાઇ અંબાણી, ભાવેશભાઇ ડાભી, મનસુખભાઇ ડાભી, કુલદીપભાઇ જાદવ રોકાયેલ હતા.

(11:48 am IST)