Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

લીંબડીમાં શ્રી પરશુરામ ભગવાન મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં બ્રહ્મરત્નોનું સન્માનઃ સાંજે ધર્મોત્સવને વિરામ

રાજકોટઃ અમદાવાદ હાઇવે ઉપર લીંબડી નજીક નેશનલ હાઇવે નં.-૮ મોડેલ સ્કુલની સામેલ લીંબડી ખાતે તા. ૨૪ થી ૨૬ સુધી શ્રી પરશુરામ ભગવાન શ્રી શીવ ભગવાન, શ્રી વેદમાતા ગાયત્રીની મૃર્તિઓને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છે. જેનુ આયોજન શ્રી લીંબડી આદિગુરૂ શંકરાચાર્યનગર પરિવાર  ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યુ છે. પરશુરામધામ  મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે સાહિત્યકાર- લેખક ડો.જગદીશભાઇ ત્રિવેદીની આગેવાનીમાં બ્રહ્મરત્ત સન્માન સમારોહ યોજાયો હતો જેમાં કવિ તુષારભાઇ શુકલ, કવિ રાજેશભાઇ વ્યાસ, 'મિસ્કિન' લેખક ડો. શરદભાઇ ઠાકર ,પત્રકાર રજનીકુમાર પંડ્યા, પૂ. મોરારીબાપુના કથાના તબલાબાદક પંકજભાઇ ભટ્ટ , રાજકોટની 'શ્રી નંદન' કુરીયર સર્વિસના માલીક રમેશભાઇ ભોગાયતા , કવિ ભાવેશભાઇ ભટ્ટ, મોટીવેશનલ સ્પીકર-હાસ્ય કલાકાર  દિવાકરભાઇ શુકલ , અમદાવાદમાં ગરીબ બાળકોને નિઃશુલ્ક શિક્ષણ આપનાર હરેશભાઇ ત્રિવેદી , ફિલ્મ દીગ્દર્શક હરેશભાઇ વ્યાસ સંચાલક હર્ષલભાઇ માંકડ, હાસ્ય કલાકાર જીતુભાઇ દ્વારકાવાળા, કવિ-વિવેચક કુમાર જેમિની શાસ્ત્રી, લાબડીયા પરીવારના લોકગાયક, સંગીત વિશારદ વિક્મભાઈ લાબડીયા, લેખક મહેશભાઇ યાજ્ઞિક જ્યોતિન્દ્ર દવે એવોર્ડ વિજેતા લેખક નટવરભાઇ પંડ્યા , રાજકોટના નાટ્ય અભિનેતા રેડિયો એનાઉન્સર  રાજુભાઇ ભરતભાઇ યાજ્ઞિક, નિવૃત સમાજ કલ્યાણ અધિકારી મહેન્દ્રભાઇ ત્રિવેદી, કવિયત્રી - લેખિકા ઉષાબેન ઉપાધ્યાય સહિતનાનુ અદકેરૂ સન્માન કરવામાં આવ્યુ હતુ.ં રાજ્યના પૂર્વ મંત્રી મહેન્દ્રભાઇ ત્રિવેદી તથા જ્ઞાતિના આગેવાનોના હસ્તે સન્માનીત કરવામાં આવ્યા હતા. સફળ બનાવવા લેખક હાસ્ય કલાકાર ડો.જગદીશભાઇ ત્રિવેદી, શ્રી લીંબડી આદિગુરૂ શંકરાચાર્યનગર પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ વિરેન્દ્રભાઇ શંકરલાલ આચાર્ય, ઉપપ્રમુખ કે.સી. દવે  મંત્રી, મહેશભાઇ ઠાકોર પ્રસાદ દવે, ટ્રસ્ટીઓ જયશેભાઇ પ્રવિણભાઇ શુકલ, વિક્રમભાઇ નંદકિશોરભાઇ દવે, મુકુંદભાઇ પ્રાણશંકરભાઇ ત્રિવેદી, ભરતભાઇ પ્રભાશંકરભાઇ જાની સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. સાંજે ધર્મોત્સવ વિરામ લેશે.

(2:23 pm IST)