Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

મેટોડા જીઆઇડીસીમાં દારૂ-બિયરના જથ્થા સાથે ભાવીન ગોરખીયા પકડાયો

તસ્વીરમાં પકડાયેલ શખ્સ સાથે લોધીકા  પોલીસનો કાફલો નજરે પડે છે. (તસ્વીર : બી. એમ. ગોસાઇ ખીરસરા) (પ-૧૩)

 ખીરસરા તા. ર૬ :.. મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં ઇગ્લીશ દારૂ તથા બિયરના જથ્થા સાથે એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો.

લોધીકાના પીએસઆઇ એચ. એમ. ધાધલના માર્ગદર્શન હેઠળ એએસઆઇ હરદીપસિંહ રમુભા જાડેજાને ખાનગી રાહે હકિકત મળેલ કે મેટોડા જીઆઇડીસી ગેઇટ નં. ૧ માં અંજલી પાર્ક સોસાયટીમાં સફર સ્વીટ એપાર્ટમેન્ટ સી. ૧૦ર માં ભાવીનભાઇ અનંતરાય ગોરખીયા ગેરકાયદેસર રીતે પરપ્રાંતીય અંગ્રેજી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. જે હકિકત આધારે હકિકત વાળી જગ્યાએ પ્રોહી અંગે રેઇડ કરી ઇંગ્લીશ દારૂની બોટલ નં. ૧૬ કિ. ૮૦૦૦ તથા બિયર ટીન નંગ-પ મળી કુલ બોટલ નંગ ર૧ કિ. રૂ. ૮૭પ૦ ના જથ્થા સાથે ભાવીન ગોરખીયાને ઝડપી લીધો હતો.

આ કાર્યવાહી પો. સ. ઇ. વી. બી. બરબસીયા, એ. એસ. આઇ. હરદીપસિંહ રમુભા જાડેજા, પો. હેડ કોન્સ. ગીરીશભાઇ ચંદુભાઇ મકવાણા, પો. કોન્સ. ઉપેન્દ્રસિંહ ગોહીલ તથા લખધીરસિંહ ભીખુભા દ્વારા કરવામાં આવી હતી.

(11:33 am IST)