Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

માળીયા-હળવદ હાઇવે ઉપર ઘાસ ભરેલા ટ્રકમાં આગ લાગી મોરબી અને ધ્રાંગધ્રા ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્‍યો

મોરબી તા. ૨૬: માળિયા-હળવદ હાઇવે પરથી આજે વહેલી સવારે ઘાસનો જથ્‍થો ભરેલા ટ્રકામાં આગ ભભુકી હતી.

મળતી વિગત મુજબ કચ્‍છ જીલ્લાના કુકમામાં રહેતા અશ્વિનભાઇ ધનજીભાઇ ચાવડા (ઉ.૨૬) મહારાષ્‍ટ્રના ચારોટીથી ટ્રક નંબર જી જે ૧૨ બી ૬૫૪૦ માં ઘાસનો જથ્‍થો ભરીને કચ્‍છ જીલ્લાના માધાપરમાંઇને જઇ રહ્યા હતા. ત્‍યારે સવારના લગભગ સવારના ૬ વાગે કોઇ કારણોસર માળિયા તાલુકાના વધારવા ગામ પાસે તેના ચાલુ ટ્રકમાં પાછળના ભાગમાં ભરેલા ઘાસના જથ્‍થામાં આગ લાગી હોવાથી તેને ટ્રકને રોડની સાઇડમાં ઉભો રાખી અને માળિયા પોલીસના બનાવની જાણ કરી હતી. અને ત્‍યાંથી મોરબી પાલીકાના ફાયર વિભાગને બનાવની જાણ કરતા ફાયર વિભાગના દર્શન પરમાર , કિશન પંડયા અને વિજય ભટ્ટ સહિતનો કાફલો દોડી ગયો હતો. અને આગ પર કાબુ મેળવ્‍યો હતો. પણ આગ વધુ ન ફેલાય માટે ધ્રાંગ્‍ધ્રાનું ફાયર પણ દોડી આવ્‍યુ હતું હાઇવે પર આગ લાગતા ટ્રાફિક જામ ન  થાય માટે પોલીસ પણ દોડી આવી હતી.

(11:52 am IST)