Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ભુજમાં જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્ર પાસે લાશ મળી

ભુજ,તા.૨૬: ભુજના જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્ર પાસે બિનવારસુ લાશ મળી આવી હતી. અંદાજીત ૪૦ વર્ષની વયના પુરુષની મળેલી આ લાશ અંગે માનવજયોત સંસ્‍થાને જાણ કરાતાં તેમણે જીકે જનરલ હોસ્‍પિટલમાં મૃતદેહ મોકલ્‍યો હતો. આ લાશ કોઈ અજાણ્‍યા ભિક્ષુકની હોવાનું અને ભટકતી હાલતમાં તેનું મોત થયું હોવાનું પોલીસે પ્રાથમિક વિગતમાં જણાવી વધુ તપાસ હાથ ધરી છે.

(11:17 am IST)