Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ઠંડી-ગરમી બન્‍નેનો અહેસાસઃ ધીરે ધીરે ઉનાળો દેખાશેઃ હજુ મિશ્ર ઋતુ જેવું હવામાન

રાજકોટ તા. ર૬: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડકનો અનુભવ થઇ રહ્યો છે જયારે સવારે સુર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જતા આખો દિવસ બન્‍ને ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે.

સવારે સુર્યનારાયણના દર્શન થતાની સાથે જ ગરમીની અસર થવા લાગતા હવે ધીમે ધીમે ઉનાળાનો અનુભવ થવા લાગશે અને મહતમ તાપમાનનો પારો પણ સડસડાટ ઉંચે ચડવા લાગશે.

હજુ મિશ્ર ઋતુ જેવું હવામાન વર્તાઇ રહ્યું હોવાથી આકરા તાપનો અનુભવ થઇ રહ્યો નથી.

ધીમે-ધીમે મહતમ તાપમાનનો પારો ઉંચો ચડતાની સાથે આકરા ઉનાળાનો અનુભવ થવા લાગશે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ આજનું હવામાન ૩ર.પ મહતમ ૧પ.૮ લઘુતમ ૭૮ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩.૩ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(11:16 am IST)